Gujarat

  થરા જલારામ મંદિરે યોજાયો ભજન સત્સંગનો દિવ્ય કાર્યક્રમ…..

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.
    ઉતર ગુજરાતના પ્રખ્યાત તીર્થધામ તેમજ સેવાધામ એવા થરા જલારામ મંદિરે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે.પૂજ્ય જલારામ બાપાને કેન્દ્રમાં રાખીને અંદાજે છેલ્લા દસેક વર્ષથી થરા-તાણા નગરમાં પૂજ્ય જલારામબાપાનાં ભજન પણ થાય છે.તાજેતરમાં થરા રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી સદગત છગનલાલ મનજીભાઈ ઠકકર (ભાભરવાળા) ની પ્રથમ વાર્ષિક પૂન્યતિથિએ એમની દિવ્ય સ્મૃતિમાં એમના સુપુત્રો ચંપકલાલ,ભૂપેન્દ્રભાઈ તેમજ પરિવારજનોએ થરા જલારામ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય ભજનનો પ્રેરણાદાયી કાર્યક્રમ રાખ્યો હતો.આ અવસરે મોટી સંખ્યામાં જલારામ ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સૌ ગાયક ભાઈઓ-બહેનો,સાજીંદાઓ રમીલાબેન વડાવાળા,અંજુબેન ઠકકર, રમીલાબેન માનપુરાવાળા,શિલ્પાબેન ઠકકર, અલકાબેન ગોકલાણી,હર્ષાબેન મેવાડા,યોગેશભાઈ ઠકકર, હરિભાઈ સોની,ડી.સી.ગોકલાણી સહિત સૌએ વિશેષ હાજરી આપી ભજનોની રમઝટ બોલાવી હતી.
   રાધનપુર રઘુવંશી લોહાણા સમાજના દાનવીર પ્રમુખ રઘુરામભાઈ આર.ઠકકરે થરા જલારામ મંદિરની સેવાકીય પ્રવૃતિઓથી અતિ પ્રભાવિત થઇ રૂપિયા 31000 (એકત્રીસ હજાર) નું યોગદાન આપ્યું હતું.જલારામ ભકતો સર્વ અચરતલાલ ઠકકર, અરવિંદભાઈ લાટીવાળા,પૃથ્વીરાજસિંહ વાઘેલા,કનુભાઈ બી.આચાર્ય, વિજયભાઈ ટેસ્ટી,પ્રહલાદભાઈ ઉણવાળા,નિરંજનભાઈ ઠકકર, દિપકભાઈ અખાણી,રાજુભાઈ લાટીવાળા સહિત સૌએ રઘુરામભાઈનું તેમજ ભજન આયોજક પરિવારનું સન્માન કરી રાજીપો વ્યક્ત કર્યો હતો.થરા જલારામ મંદિરે પ્રતિદિન દર્શનાર્થીઓ,સેવાકીય પ્રવૃતિઓ તેમજ દાતાઓમાં પણ સતત વધારો થઇ રહેલ છે.

IMG-20220425-WA0356.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *