દેશના સર્વોચ્ચ પદ ગણાતા એવા રાષ્ટ્રપતિ પદ ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત એક આદિવાસી મહિલા બિરાજમાન થતા સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને રાજ્યના સરહદી અને આદિવાસી બહુલ્ય ધરાવતા એવા છોટાઉદેપુર જિલ્લામાં ખુશી અને આંનદની લાગણી જોવા મળી છે ત્યારે જિલ્લાના દરેક મંડળોમાં આ લાગણી ને પ્રગટ કરવા અભિવાદન કાર્યક્રમો યોજાયા હતા , છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ખાતેની કે જી બી વી શાળા સંકુલમાં રાજ્ય કક્ષાના આદિજાતિ વિભાગના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા,આદિજાતિ નિગમના ડિરેક્ટર જશુભાઈ રાઠવા સહિત ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા , એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનતા આદિવાસી વિદ્યાર્થીનીઓમાં ગર્વ ની લાગણી જોવા મળી હતી.કાર્યક્રમમાં રાજ્યના મંત્રી નિમિષાબેન સુથાર સ્થાનિક આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે આદિવાસી ટીમલી નૃત્ય કરતા જોવા મળ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

