નડિયાદ
નડિયાદના પશ્ચિમ વિસ્તાર એવા મિશન રોડ પર આવેલ મિશન ચોકી નજીક આવેલ ફાટક પાસે રહેતા ટીનાભાઈ ઉર્ફે નવઘણભાઈ મોહનભાઈ તળપદાના ઘરમાં ગત મધરાત બાદ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. પરિવાર ઘસઘસાટ ઘરમાં સૂઈ રહ્યો હતો ત્યારે? મધરાત બાદ અજાણ્યા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાની સ્ટોપર ખોલી ઘરમા પ્રવેશ કરી ઘરની તિજાેરીમાં મુકેલા સોના, ચાંદીના દાગીના સહિત રોકડ? રકમ મળી કુલ અંદાજીત રૂપિયા ૩ લાખ ૭૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા છે. વહેલી પરોઢે પરિવારજનોને ચોરી અંગેની જાણ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ પરિવારના મોભીએ ધીમે ધીમે બચત કરી પોતાની દિકરીને સાસરે મોકલવા માટે આણું તૈયાર કર્યું હતું જે તસ્કરોએ ચોરી કરી લેતા પરિવાર મુશ્કેલીમા મુકાયો છે. આ બનાવ સંદર્ભે મકાન માલિકે હદ ધરાવતા પોલીસ મથકને જાણ કરી હતી. આથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી જે દિશામા તસ્કરો ફરાર થયા હતા તે તરફ તપાસ કરતાં ઘરેણાના બીલો અને ખાલી પાકીટ મળી આવ્યું હતું. આથી સમગ્ર મામલે પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે.? ત્યારે નડિયાદમાં એક પરિવારે માંડ માંડ બે છેડા ભેગા કરી દિકરીના આણા માટે ભેગા કરેલા સોના, ચાંદીના દાગીના સહિત રોકડ? રકમની તસ્કરોએ ચોરી કરી ફરાર થયા છે. પરિવાર મીઠી નિંદર માણતો રહ્યો અને તસ્કરોએ ઘરમાં ધાડ પાડી ફરાર થયા છે. પરિવારની પૂંજી છીનવાઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


