Gujarat

નર્મદા જિલ્લાના વન કર્મીઓની માંગણીઓ નહિં સંતોષાતા અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

નર્મદા
સમગ્ર ગુજરાતની સાથે સાથે નર્મદા જિલ્લા વન વિભાગના કર્મચારીઓએ પણ ગ્રેડ પે મામલે આજથી હડતાળનું રણશિંગુ ફૂક્યું છે અને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ બાબતે રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લા વન કર્મચારીઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા બે વર્ષમાં અવાર નવાર રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વનરક્ષક વર્ગ -૩ ને ૨૮૦૦ગ્રેડ પે આપવો તેમજ વનપાલને ૪૨૦૦ ગ્રેડ પે આપવા બાબતે અને રજાના દિવસે બજાવેલ ફરજના ભાગરૂપે રજા પગાર આપવો, વનરક્ષકની ભરતી અને બઢતી બાબતે તેમજ અન્ય મુદ્દે પણ રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ અવાર નવારની રજુઆતો કરવા છતા આજ દીન સુધી એક પણ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું નથી. જેથી ગત તારીખ ૨૨/૦૮/૨૦૨૨ના રોજ વન રક્ષક કર્મચારી મંડળના નર્મદા જિલ્લા પ્રમુખ હાર્દિકસિંહ ગોહિલ તથા ઉપપ્રમુખ વનરાજસિંહ ગોહિલ તથા નર્મદા જીલ્લાના વન કર્મચારીઓ દ્વારા ડીસીએફ નોર્મલ નર્મદા તથા સામાજિક વનીકરણ ડીસીએ નર્મદા તથા સીએફ સિલ્વા નર્મદા તથા જીએફઆરસી સીએફ નર્મદાને આવેદન પત્ર આપી નર્મદા જિલ્લાના વર્ગ -૩ ના ૪૦૦ જેટલા વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓ પોતાના હક્ક માટે તારીખ ૨૯/૦૮/૨૦૨૨ ના રોજ ગાંધી ચીધ્યા માર્ગે ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલ પર જવા રજૂઆત કરી હતી. જેમાં આજદિન સુધી તેમની કોઈજ માંગણીઓ નહિં સ્વીકારતા આ તમામ કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી છે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *