પવિત્ર શ્રાવણ માસ ના પાંચ શનિવાર અને પાંચ રવિવાર તેમજ એક ડઝન ઉપરાંત રજાઓ ને લઈ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દસ લાખ ઉપરાંત હનુમાન ભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો
પાછલા બે વર્ષથી કોરોના મહામારીને લઈ ઝંડ હનુમાનજી ના મંદિર મેળો યોજાતો ન હતો જેને લઇ પાછલા બે વર્ષથી મેળો મહાલવા ઈચ્છુક યુવાધન ને ચાલુ વર્ષે મેળો યોજાતા મન મૂકીને મેળો માનવાની બેવડી ખુશી મળી હતી અને ગ્રામીણ વિસ્તારમાંથી ગ્રામીણ જનતા સહકુટુંબ મેળો માનવા ઉમટી પડી હતી
જેથી જાંબુઘોડાથી લઈ છેક ઝંડ હનુમાન સુધીના 11 કિ.મી ના માર્ક ઉપર ઠેર ઠેર માત્ર ને માત્ર માનવ મહેરામણ સિવાય બીજું કાંઈ નજર આવતું ન હતું
અહીં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોડ ટપ્પાનું હેડંબા વન ગણાતા અને પર્વતોની હાર માળા વચ્ચે જ્યાં પ્રકૃતિએ મન મૂકીને પોતાનું પ્રાકૃતિક સૌંદર્ય પાથર્યું છે તેવા ઝંડ ગામે આવેલ હનુમાન મંદિર ખાતે આજરોજ પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે અઢી લાખ ઉપરાંત હનુમાન ભક્તો એ હનુમાન દાદા ના તેમજ તેઓના પગ નીચે આવેલ શનિદેવના દર્શનનો લાભ લીધો હતો અહીં આવતા ભક્તોમાં સૌથી વધુ શનિ ની પનોતિ થી પીડાતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે
છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ધરમેન્દ્ર શર્મા તેમજ નાયબ પોલીસવડા એ વી કાટકર ની સુચના અને માર્ગદર્શન હેઠળ બોડેલી પી.એસ.આઇ એ.એસ. સરવૈયા તેમજ તેઓની ટીમે આગલા દિવસ શુક્રવાર થીજ સધન પેટ્રોલિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી અને શનિવારના રોજ કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવો ન બને અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે સેકડો પોલીસ જવાનોને કામે લગાડ્યા હતા અને પૂર્વ આયોજન કરી ઝંડ હનુમાન મંદિર ખાતે દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓને અગવડ ના પડે તે માટેનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને સમગ્ર દિવસ દરમિયાન પોલીસ જવાનોએ ઉપરી અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દિવસ દરમિયાન ખડે પગે રહી સુચના અનુસારની પ્રસંસનીય કામગીરી કરી હતી
ઝંડ હનુમાન મંદિર ખાતે જતા માર્ગ ઉપર જાંબુઘોડા થી લઈ છેક ઝંડ સુધીમાં પાછલા એક મહિનાથી વડોદરા આણંદ હાલોલ તેમજ બોડેલી અને જાંબુઘોડા ના કેટલાક સેવાભાવી યુવાનો દ્વારા હનુમાન ભક્તો માટે એક ડઝન જેટલા ભંડારા નું ખૂબ જ સુંદર રીતે આયોજન કર્યું હતું અને આજરોજ પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે યોજાતા મેળામાં આવનાર ભક્તો માટે જાંબુઘોડા તેમજ બોડેલી અને આસપાસના અન્ય તાલુકાઓમાંથી સેવાભાવી ભક્તો દ્વારા ઠેર ઠેર પાણીના ટેન્કરો તેમજ ચા નાસ્તાના ભંડારા અને પાક્કા ભોજન ના અનેક ભંડારાઓ ખોલ્યા હતા અને સૌ ભકતોએ સેવાનો લાભ લીધો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


