પાટણ
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર સચિવાલય દ્વારા જાહેર હિતને ધ્યાનમાં રાખીને ૨૫ જેટલી નગરપાલિકાના ચીફ ઓફિસરોની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીની બદલી હળવદ ખાતે કરવામાં આવી છે. તો તેમની જગ્યાએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા નાં ચિફ ઓફિસર તરીકે ફરજ બજાવતા પંકજભાઈ બારોટની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફીસર જીતેન્દ્ર પટેલની બદલી ચાણસ્મા નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકાના ચીફ ઓફીસર કુ. તેજલબેન મુધવાની બદલી વાંકાનેર, હારીજ નગરપાલિકાના ચીફ ઓફીસર રૂડાભાઈ રબારીની બદલી ધાનેરા અને રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફીસર જીગ્નેશ બારોટની બદલી ઉમરગામ ખાતે કરવામાં આવી છે. તો ગુજરાતની અન્ય નગરપાલિકાઓ મળી કુલ ૨૫ નગરપાલિકાના ચીફ ઓફિસરોની આંતરિક બદલીઓ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


