પાલનપુર આરટીઓ કચેરી સામે આવેલ બારોટ સમાજની વાડી ખાતે આયોજિત આ સમૂહ લગ્ન મહોત્સવમાં સમૂહ લગ્ન અધ્યક્ષ કૃષ્ણજી ધુમ્બડિયા, ઉપાધ્યક્ષ રાજેન્દ્ર કુમાર, સમાજના અધ્યક્ષ દલપત ભાઇ બારોટ, મંત્રી પોપટભાઈ કોષાધ્યક્ષ, દેવીલાલ,કિશોરભાઈ ભુતેડી, માલદેવ ભાઈ,જયંતીભાઈ, વિનોદભાઈ, અર્જુનભાઈ જસવંતપુર સુરેશભાઈ થરાદ ચુનીલાલ થરાદ સહિત અગ્રણીઓ તેમજ બારોટ સમાજના આગેવાનો અને સ્વયં સેવક કાર્યકરોએ ખૂબ જ સરસ વ્યવસ્થા ગોઠવી કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની શરૂઆત ભોજન ના દાતા જોમતસિંહ જી સુરાણા ( રાજસ્થાન) ના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ દાનની પણ સરવાણી વહાવી હતી. લગ્ન ગ્રંથિથી જોડાવવા આવેલ કન્યાઓને કરીયાવર પેટે દાન કર્યુ હતુ. જ્યારે સમાજને સમૂહ લગ્નમાં બારોટ સમાજના અગ્રણી દ્વારા નો ફાળો આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર દ્વારા જનતાને મોંઘવારીના એક પછી એક કોરડા વિઝવામા આવી રહ્યા છે ત્યારે વિવિધ સમાજના લોકો દ્વારા કાળઝાળ મોંઘવારીમાં મદદરૂપ થવા અત્યાધુનિક સુવિધાઓ સભર લગ્ન સમારંભ લખલૂટ ખર્ચ કરવાની જગ્યાએ સૌ એક બનીએ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે


