Gujarat

પોરબંદર શહેરમાં ૪ સ્થળોએ વિજળી પડી ઃ કોઈ જાનહાનિ નહી

પોરબંદર
પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમા વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદના કારણે વીજ ગુલ થવાના પણ પ્રશ્નો સામે આવ્યા હતા. જેમાં પોરબંદર શહેરના કેટલાક વિસ્તારોમા કલાકો સુધી લાઈટો ગુલ થઈ જતા લોકોને ભારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો.હવામાન વિભાગ દ્વારા પોરબંદર સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી હતી. ત્યારે પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત રહી હતી. સમગ્ર જિલ્લામા વરસાદી વાતવારણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સતત બે દિવસથી પડતા વરસાદના કારણે જિલ્લાના ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યોં છે. કારણ કે મગફળી, કપાસ અને અડદ સહિતના રવિ પાકના વાવેતર બાદ ખેડૂતો વરસાદની રાહ જાેઈ રહ્યા હતા, ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદ પડતાં ખેડુતોમાં ખુશી જાેવા મળી રહી છે. પોરબંદર જિલ્લામા નોંધાયેલા વરસાદની જાે વાત કરવામા આવે તો પોરબંદરમા ૫૧ મીમી, રાણાવાવમા ૩૪ મીમી અને કુતિયાણામા ૧૭ મીમી જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ પડતાની સાથે જ પોરબંદર શહેરના કેટલાક નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાવાના પણ બનાવો સામે આવ્યા હતા. બપોર બાદ કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદમા પોરબંદર શહેરમાં વીજળી પડવાના બનાવો પણ સામે આવ્યા હતા. જેમા ખાપટ વિસ્તારમાં આવેલ શ્રી ભગવાન મંદિરની બાજુમાં બે મકાન પર વીજળી પડવાની ઘટના સામે આવી હતી. જેમા ઘરના ઇલેક્ટ્રોનિક સાધનોને નુકસાન પહોંચ્યુ હતું તથા મકાનની અંદર દીવાલોમા તીરાડો પડી ગઈ હતી. બીજી ઘટના બોખીરા વિસ્તારમા આવેલ જનકપુરી શિવાલિક સોસાયટીના બે રહેણાંક મકાનમા વીજળી પડવાથી ઇલેક્ટ્રોનિક સાધનોને નુકસાન પહોંચ્યુ હતુ તથા મકાનની છત અને દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી.સદનસીબે બંને ઘટનામા કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી ન હતી.

File-02-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *