હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ(ગુજરાત સરકાર) સુત્રાપાડા તાલુકા દ્વારા 11 સપ્ટેમ્બર દિગ્વિજય દિન નીમિત્તે પ્રાચી શ્રી સાધના વિદ્યા મંદિર ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ નું આયોજન કરાયુ હતું પ્રાચી મુકામે સાધના વિદ્યા મંદિર નાં પટાંગણ માં સ્વામી વિવેકાનંદજી ની તૈલિચિત્ર ને લગાવી અને પુષ્પાંજલિ આપી હતી તેમજ શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદજી ની જીવનસૈલી વિશે માહિતી આપી હતી તેમજ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તાલુકા સંયોજક પ્રદીપભાઈ,તેમજ છગનભાઇ વાણવી, તથા યુવા કેન્દ્ર ના યુવાનો દ્વારા સંકુલ મુકામે સ્વામી વિવેકાનંદજી ની તૈલિચિત્ર ની સફાઈ કરી અને આવેલ યુવાનો અને આગેવાનો દ્વારા પુષ્પાંજલિ કરી અને ભારતમાતા ના જયઘોષ સાથે કાર્યક્રમ ખુલો મુકેલ ત્યાર બાદ લાઈવ પ્રસારણ નિહાળેલ…કાર્યક્રમ નાં અંતે વંદે માતરમ્ ના ઘોષ ની સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો આ કાર્યક્રમ માં પ્રાચી તીર્થ ના આગેવાનો દિનેશભાઇ પઢીયાર, પત્રકાર શ્રી ચંદુભાઈ છગ, હીરાભાઈ ગરેજા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા સંચાલક અશ્વિનભાઈ બારડ તેમજ પુરાણીક ગોવિંદભાઇ સહિત ના શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવી હતી


