સંખેડા તાલુકામાં નર્મદા મિયાગામ કરજણ ગેટ નંબર 4 પાસે સવારે પાંચ ફૂટનો મગર દેખાતા નર્મદા પાવર પ્લાન્ટના એન્જિનિયર ગુરર્જિત સિંહને કેનાલમાં મગર હોવાની સવારે ખબર પડતાં જ નજીકના ગામ બહાદરપુર ના એનિમલ રેસ્ક્યૂ ટીમના સચીનભાઈ પંડિત ને જાણ કરતાં તરત જ સ્થળ પર તેમની ટીમના સભ્યો દ્વારા પહોંચી મગર નું સાવચેતી પૂર્વક સહી સલામત રેસ્કયુ કરી સંખેડા માં આર.એફ.ઓ નિમેષભાઈ બારીયા તેમજ તેમના સ્ટાફના માર્ગદર્શન હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો અને પાવર પ્લાન્ટ ગેટ નંબર 4 ના એન્જિનિયર ગુરર્જિત સિહ સાહેબે સચીન ભાઈ પંડીત નો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

