ગિરગઢડા
ભરત ગંગદેવ.
ડીસા તાલુકાની ખૂબ જ જાણીતી શૈક્ષણિક સંસ્થા રસાણાની ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભગવતી વિધામંદિરમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓનો દિક્ષાંત/વિદાય સમારોહ ડીસાના જાણીતા સમાજ સેવક તેમજ સાહિત્યકાર ભગવાનભાઈ બંધુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ અવસરે મુખ્ય મહેમાન તરીકે જાણીતા ચિત્રકાર-લેખક નાથાલાલ બ્રહ્મક્ષત્રિય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ,ઉપપ્રમુખ અમરતભાઈ પટેલ,મંત્રી ભરતભાઈ પી.લીંબાચીયા,નિયામક ગોપાલભાઈ જોષી,પ્રિન્સિપાલ ગોવિંદભાઈ રાવલ, ઈનામદાતા ચેનજીભાઈ ઠાકોર સહિત શાળાનો સમગ્ર સ્ટાફ આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યો હતો.શાળાની બાલિકાઓ દ્રારા પ્રાર્થના અને સ્વાગત ગીતથી શરૂ થયેલ કાર્યક્રમમાં સૌનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ગોવિંદભાઈ રાવલે કર્યું હતું.શાળાના શિક્ષકો શિલ્પાબેન ચૌધરી,હિમાંશુભાઈ વાળંદ,વિધાર્થીઓ તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ પોતપોતાના વક્તવ્ય દ્રારા વિદાય લેતા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી.
મુખ્ય મહેમાન નાથાલાલ ખત્રીએ વિવિધ ઉદાહરણો સાથે વિધાર્થીઓને ભરપૂર માર્ગદર્શન આપ્યું હતું.સમારંભના અધ્યક્ષ ભગવાનભાઈ બંધુએ શેર-શાયરીઓ સાથે બુલંદ અવાજમાં વિધાર્થીઓને રસપ્રદ વક્તવ્ય દ્રારા આગવી શૈલીમાં આગામી પરિક્ષા તેમજ જીવન માટે માર્ગદર્શન આપ્યું હતું.વિતેલા વર્ષોના ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સક્રિય શિક્ષક હરજીભાઇ ચૌધરીએ વિશિષ્ટ શૈલીમાં કર્યુ હતું જ્યારે આભારવિધિ શિક્ષિકા તારાબેન દેસાઈએ કરી હતી.ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપી શાળાને મોમેન્ટો અર્પણ કર્યો હતો.
1984થી ખૂબ જ નાના પાયા ઉપર શરૂ થયેલ રસાણા હાઈસ્કૂલ નો ઉત્સાહી હોદેદારોની ટીમને લીધે ટૂંક સમયમાં જ જબરજસ્ત વિકાસ થતાં સમગ્ર ડીસા તાલુકામાં ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.


