નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકા કક્ષાના 73 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ફીણાવ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી.નાયબ કલેકટર પૂજા સાહનીના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાયબ કલેકટર પૂજા સાહની, મહુધા મામલતદાર ક્રિષ્નાબેન સોલંકી,નાયબ મામલતદાર મહુધા તાલુકા પંચાયત પ્રતિનિધિ રાયસીંગભાઈ પરમાર ,મહુધા ભાજપ સંગઠન પ્રમુખ નિલેષભાઈ પટેલ ,મહુધા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ દવે મહુધા તાલુકા વિકાસ અધિકારી,મહુધા તાલુકા હેલ્થ ઓફિસર ડો.ધુમીલ પરીખ ફિણાવ ગામના સરપંચ, પ્રાથમિક શાળા શિક્ષક ગણ અને આચાર્ય સહિતના તાલુકાના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.


