Gujarat

મહેસાણામાં મેઘો મહેરબાન શહેરના તમામ રસ્તાઓ પાણી પાણી

મહેસાણા
ભારે વરસાદને કારણે મહેસાણા શહેરના બે ભાગને જાેડતું ગોપી નાળું છલકાઈ જતાં સ્વિમિંગ પૂલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક માર્ગ ઉપર પાણી ભરાતાં વાહનચાલકોને વહેલી સવારથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોપી નાળામાં દર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાતી હોય છે. એને લઈને ચોમાસા દરમિયાન વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. છેલ્લા ૨૪ કલાકમાં ખાબકેલા ભારે વરસાદને કારણે બસ સ્ટેન્ડમાં પાણી ભરાતાં મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મહત્ત્વનું છે કે આ બસ પોર્ટ બનાવવામાં કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી દર ચોમાસાની સીઝનમાં આ સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત શહેરના નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી પણ ભરાઈ રહેતાં સોસાયટીમાં રહેતા રહીશો તેમ જ માર્ગો પર આવેલી દુકાનના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. મહેસાણા શહેરમાં ખાબકેલા ૮ ઇંચ વરસાદમાં શહેરના મોટા ભાગના માર્ગો હાડપિંજર બની ચૂક્યા છે, જેમાં મહેસાણા વીસનગર લિંક રોડ, ગાંધીનગર લિંક રોડ, સાંઈબાબા મંદિર રોડ, ધોબીઘાટ રોડ, હૈદરી ચોકથી ફુવારા સુધીના આ તમામ માર્ગો પર તંત્રે પાથરેલો ડામર ઊખડી જતા મસ્ત મોટા ખાડાઓ રોડ પર પડી ગયા છે, જેને કારણે હાલમાં રોડની જગ્યાએ ખાડારાજ સર્જાયું હોય એવાં દૃશ્યો જાેવા મળ્યાં છે, જેથી વાહનચાલકો પણ ભારે હાલાકી વેઠી રહ્યા છે. મહેસાણા જિલ્લાના અનેક તાલુકાઓમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં મહેસાણામાં ૨૪ કલાકમાં ૮ ઇંચ વરસાદ નોંધાયો છે. વીસનગરમાં સાડાચાર ઇંચ, વડનગરમાં ૩ ઇંચ વરસાદ, વિજાપુરમાં પોણા ચાર ઇંચ વરસાદ, ઊંઝામાં અઢી ઇંચ વરસાદ, ખેરાલુમાં ૩.૫ ઇંચ વરસાદ, બેચરાજીમાં ૫ ઈંચ, કડીમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે અને જાેટાણા તાલુકામાં ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, મહેસાણા જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન ૯૦૪ મિમી વરસાદ પડ્યો છે અને સીઝનનો ૭,૪૮૨ મિમી વરસાદ નોંધાયો છે.મહેસાણામાં મેઘરાજા મન મૂકીને હેત વરસાદી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેને લઈને રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. રસ્તાઓ ધોવાઈ જતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *