Gujarat

માંગરોળ,, માંગરોળની એસટી બસને નડયો અકસ્માત ડ્રાઈવર કંડકટર સહિત ૧૩ પેસેન્જરોને નાની મોટી ઈજાઓ.

 

માંગરોળ ડેપોની રાજકોટ માધવપુર રુટની એસટી બસ માંગરોળ તરફ રાત્રે આવી રહી હતી, ત્યારે શહેરથી સાત કીમી. નજીક ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ ઝાડ સાથે અથડાઈ હતી. વરસાદ ના કારણે રોડ ભિનો હોય ડ્રાઈવર બ્રેક મારવા જતા બસ ઘૂમીને ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર અને કંડકટર સહિત ૧૩ જેટલા મુસાફરો ને નાની મોટી ઈજાઓ થતા માંગરોળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડોકટરો ગરીબા સાહેબ અને ભાભા સાહેબ દવારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

ઘટના ની જાણ થતાં જ પાલિકા પ્રમુખ મોહમદ હુસેન ઝાલા સહીત આગેવાનો સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220619-WA0089.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *