Gujarat

માછીમારોને દરિયાઈ પ્રદૂષણ અટકાવવા અને ચૂંટણીમાં મતદાન કરવા જાગૃત કરાયા

આઝાદી કા અમૃત મહોત્સવ અને ૭૬ માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે કલેકટર શ્રી રચિત રાજ દ્વારા માંગરોળ બંદરે ત્રિરંગો લહેરાવી ૧૫ મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.

આ અંગે કલેક્ટરશ્રી રચિત રાજે સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી  માછીમારોને જણાવ્યું હતું કેપ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ન કરીને દરિયાને પ્રદૂષિત થતો અટકાવવો જરૂરી છે તેમજ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને વધુમાં વધુ મતદાન થાય અને ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કોઈ મતદાર બાકી ન રહે એ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.

હા તો કે આસિસ્ટન્ટ કલેકટર શ્રી હનુલ ચૌધરી ,નિવાસી અધિક કલેક્ટર શ્રી એલ.બી.બાંભણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *