Gujarat

માળિયાહાટીના જુના ગળોદરની પ્રાથમિક શાળામાં ગુરૂપૂર્ણિમાંની ઉજવણી કરાઇ

માળિયાહાટીનાના જુના ગળોદર પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેંદી સ્પર્ધાવકૃત્વ સ્પર્ધા,  નિબંધ સ્પર્ધા,  ચિત્ર સ્પર્ધાસ્લોગન સ્પર્ધા,  વેસ્ટમાંથી બેસ્ટ વેશભૂષા સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા સહિતની સ્પર્ધામાં બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિસર્જનાત્મક શક્તિને ખીલવવાનો પ્રયાસ કર્યો હતો. 

સમગ્ર સ્પર્ધામાં શાળાના આચાર્ય મુકેશભાઈના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ બાળકોને પ્રોત્સાહિત કરવાની ભૂમિકા ભજવી હતી અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *