બોટાદ જીલ્લાના રાણપુરમાં નારેચણીયા હનુમાનની વાડીએ તારીખ.૬-૧૦-૨૦૨૨ ને ગુરુવારે રાત્રે બોટાદ જિલ્લા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ કારોબારી ની બેઠક યોજાઈ હતી.જેમાં પ્રમુખ અલ્કેશભાઈ ભટ્ટ, મહિલા પાંખ ના પ્રમુખ ડો. ધરાબેન ત્રિવેદી, યુવા પ્રમુખ કુલદીપ ભાઇ પંચોલી, વિષ્ણુ દાદા, પ્રભારી સૈલેસભાઈ, નરેન્દ્રભાઇ દવે, ચારેય તાલુકાના પ્રમુખ,મહામંત્રી.કારોબારી સભ્ય અને રાણપુર ના ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે.બોટાદ PSI વિજયભાઈ પંડ્યા,સૈલેશભાઈ રાવલ ની ઉપસ્થીતિમાં વિશિષ્ટ કૌશલય ધરાવતા ભૂદેવો નું સન્માન,બ્રહ્મ ભોજન, સંગીત સંધ્યા, રાસ ગરબા,તથા બહ્મ સમાજના વિકાસનું ચિંતન કરવામાં આવ્યું હતું.રાણપુર બ્રહ્મ સમાજ ના પ્રમુખ ડો.ચંદ્રેશભાઈ ત્રિવેદી તથા તેમની ટીમ દ્વારા આયોજન કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


