પહેલા દિવસે કપાસનો ભાવ 1851 બોલાયો,મોટી સંખ્યામાં ખેડુતો કપાસ લઈને ઉમટી પડ્યા…
ખેડુતો ને કપાસ ની સિઝન ચાલુ થઈ ગય છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ માર્કેટીંગ યાર્ડ ખાતે દશેર ના દિવસથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન કીશોરભાઈ ધાધલ,વાઈસ.ચેરમેન જેશાભાઈ બાવળીયા તેમજ ડીરેક્ટરોની હાજરી માં ખેડુતોને કંકુનો ચાદલો કરી મોઢુમીઠુ કરાવી કપાસની ખરીદીનો વેપારીઓએ પ્રારંભ કર્યો હતો.પહેલા જ દિવસે કપાસ નો ભાવ 1851 રૂપિયા બોલાયો હતો જેને લઈને ખેડુતો માં ખુશી ફેલાઈ હતી.મોટી સંખ્યામાં ખેડુતો રાણપુર માર્કેટીંગ યાર્ડ ખાતે કપાસ લઈને વેચવા માટે આવી પહોચ્યા હતા….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


