Gujarat

લઠ્ઠાકાંડ બાદ સરપંચો થયા જાગૃત…. ગીરગઢડાના અંબાડામાં દેશી દારૂ પીનાર અને વહેચનાર સામે કડક કાર્યવાહી કરવા ગામમાં ઢોલ વગાડ્યો.

પંચાયત દ્વારા દારૂનાં હાટડા બંધ કરાવવા રજુઆત કરી ભવિષ્યમાં કોઈ આવી લઠ્ઠાકાંડ જેવી ઘટના આ ગામમાં બનશે તો ગીરગઢડા પોલીસની સંપૂર્ણ જવાબદારી રહશે.

ઊના –બોટાદ તાલુકામાં થયેલ લઠ્ઠાકાંડમાં પંચાવનથી વધુ વ્યક્તિઓના જીવ ગુમાવાયા છે ત્યારે તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્રારા દારૂનું વ્યસન માણસોને ગેરમાર્ગે દોરે છે. અને દારૂના સેવનથી અનેક પરીવારો બરબાદ થઇ ચુક્યા છે. સાથે ઘરેલુ હિંસાના બનાવો પણ સમાજ માટે લાલબતી સમાન બની ગયેલ છે. અને બાળ માનસ પર પણ ગંભીર અસર પડે છે. ત્યારે લઠ્ઠાકાંડની ઘટના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રકાશમાં આવતા હવે ગામડાના સરપંચો જાગૃત થયા હોય તેમ ગીરગઢડાના અંબાડા ગામના સરપંચ એલ બી કાતરીયા ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનોએ ગામ માંથી દારૂનું દુષણ ડાંમવા નિશ્ચેય કર્યો હોય તેમ આખા ગામમાં ઢોલી દ્રારા ઢોલ વગાડી ઢંઢેરો પિટાવવામાં આવ્યો હતો. કે જે કોઈ વ્યક્તિ ગામમાં દારૂ પીતા હોય કે પછી વેચાણ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી પંચાયત તેમજ ગીરગઢડા પોલીસ દ્વારા કરવામાં આવશે. વિશેષમાં ગ્રામ પંચાયત દ્રારા ગીરગઢડા પોલીસમાં રજુઆત પણ કરેલ છે. તેમ છતાં પણ અંબાડા ગામમાં દેશી દારૂનાં હાટડા ચાલતા હશે. અને દારૂનું સેવન કરીને ગામની શાંતિ ડોહળવાનો કોઇ પ્રયાસ કરશે તેમની ઉપર પણ પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. અને ભવિષ્યમાં કોઈ આવી લઠ્ઠાકાંડની જેવી ઘટના આ ગામમાં ન બને અને લઠ્ઠાકાંડ જેવી ઘટના બનશે તો ગીરગઢડા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીની જવાબદારી રહેશે..

બોક્ષ્ – પંચાયત દ્રારા કાયમી માટે દારૂ બંધીની અમલવારી કરાવે…

લઠ્ઠાકાંડ બાદ ગ્રામ્ય વિસ્તારના સરપંચોમાં જાગૃતતા આવી છે. બીજી તરફ અત્યાર સુધી ગામડે ગામડે દારૂના હાંટડા જોવા મળતા એ સામાન્ય વાત હતી. પરંતુ લઠ્ઠાકાંડમાં ૫૫ થી વધુના મોત બાદ સરપંચો ગામમાં ઢોલ વગાડી દારૂ વેચાવા વાળા અને વહેચવા વાળાને સુચના આપે છે. તો ક્યાંક દારૂ બંધ કરાવવા ગયેલ સરપંચ પર હુમલા પણ થાય છે. હવે જરૂરી એ છેકે લઠ્ઠાકાંડના દિવસો સમય જતાં ભુલાવવા ન જોઇએ અને મોડે મોડે સરપંચો દ્રારા દારૂના વેચાણ બંધ કરાવવા જે ઝુંબેશ ઉપાડી છે. તે કાયમી માટે ગામમાં દારૂ ન વેચાય તેની અમલવારી અતિયંત જરૂરી છે.

અંબાડામાં-દેશી-દારૂ-પીનાર-અને-વહેચનાર-સામે-કડક-કાર્યવાહી-કરવા-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *