શ્રી એમ.એસ.ભરાડા, ઇન્ચા. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે અન્વયે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓેને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ અનડીટેક ઘરફોડ ચોરીઓના ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સમજ કરેલ જે અનુંસંધાને એચ.એચ.રાઉલજી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન હકીકત મળેલ કે, છોટાઉદેપુર ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીઓ કરનાર સોયેબ વસ્કા તથા તેની સાથેના બીજા ત્રણ સાગરીતો ચોરીનો મુદામાલ વેચવા જનાર છે. અને તેઓ હાલ છોટાઉદેપુરના સ્ટેશન વિસ્તારમાં ની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં બેસેલ હોવાની હકીકત આધારે સદરી જગ્યા ઉપર જઇ બેઠેલ ચાર ઇસમોને કોર્ડન કરી ચોરીના મુદામાલ સાથે પકડી પાડી ઉપરોકત ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ બાબતે પુછપરછ કરતા પોતે તેના સાગરીતો સાથે મળી ચોરીઓ કરેલાની કબુલાત કરતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ કુલ ચાર ગુનાઓ ડીટેકટ કરવામાં આવેલ છે. અને પકડાયેલ આરોપીઓને સી.આર.પી.સી. ૪૧ (૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થૅ છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
