ગિરગઢડા
ભરત ગંગદેવ
“વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક ઝાડ, એક બાળ’, આ બધાં સૂત્રો સાથે વૃક્ષોના મહત્વ વિશેના મહિમાને સમજીને ગીરગઢડા તાલુકાના જરગલી ગામના ગ્રામજનોએ સમગ્ર વિસ્તાર માટે દિશા સુચક કામગીરી કરી છે. જરગલી ગામમાંથી અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનના કાર્યકર તરીકે જોડાયેલા શૈલેષભાઇ પીપળીયા અને દિલીપભાઇ કથીરીયાએ બીસીઆઇ કાર્યક્રમ સાથે જોડાયેલા ગામના ખેડુતોને જૈવવિવિધતા જાળવવા બાબતે સમજ આપી જાગૃત કર્યા. વૃક્ષારોપણ માટે ગામમાં નમુનારૂપ દાખલો બેસાડવા એક વૃક્ષ દિઠ ૬૦૦ રૂપિયા મુજબ લોકભાળો લઇ જરગલી ગામના રસ્તાની બંને બાજુએ વૃક્ષોનું વાવેતર કર્યુ છે. આ વૃક્ષના જતન માટે છેક રાજકોટથી પીંજરા લાવી વૃક્ષના ઉછેર માટે સહીયારા પ્રયત્નો કર્યા છે. આ વૃક્ષા રોપણ કાર્યક્રમના શુભ પ્રસંગે તમામ ગ્રામજનો, સંતો, ગામના આગેવાનો તથા અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનના સ્ટાફ પણ ઉપસ્થિત રહી સમગ્ર પંથક માટે ઉદાહરણરૂપ કામગીરી કરી છે. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનની ટીમ મારફત બેટર કોટન કાર્યક્રમ અંતર્ગત ઉના અને ગીરગઢડા તાલુકાના ૩૩ ગામોમાં ગામલોકોના સહયોગથી જવાબદારી સાથે વૃક્ષોનું વાવેતર કર્યુ છે.

