નગરસેવક અફઝલ પંજા દ્વારા રજૂઆત કે છેલ્લા 5 વર્ષથી વધુ સમય થયું છતાં એક પણ “સેવા સેતુ કાર્યક્રમ” વોર્ડ 5 અને 6 મા થયેલ નથી અને વિસ્તાર ના લોકો સાથે અન્યાય થઈ રહ્યું છે
ગિરગઢડા તા
ભરત ગંગદેવ..
ગુજરાત સરકાર દ્વારા લોક કલ્યાણ માટે અનેક સરકારી યોજનાઓ બહાર પાડવામાં આવવા છે.આ યોજનાઓનું ઉદ્દેશ ફક્ત એક જ હોય છે કે દરેક ગુજરાતી સુધી સરકારની યોજનાઓનું લાભ મેળવે અને તેમનું જીવન સુખીથી જીવે.સેવા સેતુ કાર્યક્રમ દ્વારા એક જ જગ્યાએ અનેક યોજનાઓનું લાભ મેળવવા માટે જરૂરી સરકારી પ્રમાણપત્રો મેળવી શકાય છે જેથી લોકોને હાલાકી ન થાય અને એક જ જગ્યાએ થી લોકોનું કામ સહેલાઇ પૂર્વક થાય અને લોકો સરકારી યોજનાઓનું લાભ લઇ શકે.
નગરસેવક અફઝલ પંજા દ્વારા જવાબદાર અધિકારીઓ ને લેખિત મા રજૂઆત કરેલ કે વેરાવળ શહેર ના વોર્ડ ન.5 અને 6 મા લગભગ 40 હજાર થી વધુ લોકો વસવાટ કરે છે પણ આ વિસ્તારો મા છેલ્લા 5 વર્ષથી વધુ સમય થયું હોવા છતાં આ વિસ્તારો મા એક પણ “સેવા સેતુ કાર્યક્રમ” થયેલ નથી જે આ વાત સાબિત કરે છે કે આ વિસ્તાર ના લોકો સાથે અન્યાય થઈ રહ્યું છે. જો વોર્ડ વોર્ડ 5 અને 6 મા “સેવા સેતુ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવે તો સરકારી પ્રમાણપત્રો મેળવવા સહેલું બનશે અને સરકાર દ્વારા જાહેર હિતની યોજનાઓનું ભરપૂર લાભ આ વિસ્તાર ના લોકો મેળવશે.
આજે દરેક સરકારી યોજના નું લાભ મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે પણ સેવા સેતુ કાર્યક્રમ થી લોકોને ખૂબ રાહત થાય છે અને લોકો સહેલાઇ થી તેમના જરૂર પ્રમાણે ના જરૂરી સરકારે પ્રમાણપત્રો મેળવી અનેક યોજનાઓનું લાભ મેળવી શકે છે તેવી રજૂઆત નગરસેવક અફઝલ પંજા દ્વારા કરવામાં આવેલ છે.


