રાણપુરમાં મનુભાઈ શેઠ સ્કુલ ખાતે શ્રધ્ધાંજલી સભા યોજાઈ
રાણપુર શહેરના દરેક સમાજના અગેવાનો સહીત મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહી જતીનભાઈ શેઠ ને ભાવભીની શ્રધ્ધાંજલી પાઠવી…
મીઠપવાળા માનવી જગ છોડી ને જાશે તેદી એની કાણ ઘરો-ઘર મંડાશે કાગડા આ દુહા ને સાર્થક કરતા સ્વાતંત્ર્ય સૈની,નીડર પત્રકાર એવા અમૃતલાલ ડી.શેઠના પૌત્ર જતીનભાઈ શેઠ નું મુંબઈ ખાતે દુખઃઅવસાન થતા રાણપુર પંથકમાં શોક નું મોજુ ફળી વળ્યુ હતુ.બોટાદ જીલ્લાના રાણપુર પંથકમાં શિક્ષણ તેમજ આરોગ્ય ના ભામાશા અને મહાન દાનવીર તરીકે જાણીતા અને મુંબઈ ખાતે રહેતા રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને એ.ડી.શેઠ હોસ્પિટલના ચેરમેન જતીનભાઈ શેઠ નું તારીખ-28-8-2022 ના રોજ અવસાન થતા સમગ્ર રાણપુર શહેર સહીત પંથકમાં શોક નું મોજુ ફળી વળ્યુ હતુ.જતીનભાઈ શેઠ નું અવસાન થતા રાણપુર પંથક ઘેરા શોક માં ગરકાવ થઈ ગયો છે એનુ એકમાત્ર કારણ છે ઉદાર દીલ જતીનભાઈ શેઠ મુળ લિંબડી ના અને રાણપુરને કર્મભૂમિ બનાવી મુંબઈ ખાતે રહેતા પણ તેઓની શિક્ષણ અને આરોગ્ય સેવા નું તમામ કાર્ય રાણપુરમાં કરતા રાણપુર પંથકના લોકો માટે વર્ષોથી વિનામુલ્યે આરોગ્ય ના કેમ્પ,,આંખ ના કેમ્પ,શિક્ષણ,ધર્મ ક્ષેત્રે રાણપુરમાં ખુબજ મોટુ યોગદાન આપનાર જતીનભાઈ શેઠ નું અવસાન થતા રાણપુરમાં આરોગ્ય અને શિક્ષણ ઉપર આભ તુટી પડ્યુ છે.રાણપુર શહેરમાં આવેલ મનુભાઈ શેઠ સ્કુલમાં શાંતાબેન ઓડીટોરીયમ હોલ ખાતે સાર્વજનિક એજ્યુકેશન સંસ્થા દ્વારા શ્રધ્ધાંજલી સભા યોજવામાં આવી હતી.જેમાં રાણપુરના દરેક સમાજના લોકો,આગેવાનો,ઉદ્યોગપતિઓ,સાર્વજનિક એજ્યુકેશન સંસ્થાના તમામ કર્મચારીઓ સહીત મોટી સંખ્યા માં લોકો શ્રધ્ધાંજલી સભા માં હાજર રહ્યા હતા અને તમામ લોકોએ ભારે હૈયે ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


