સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
પ્રિતિ ભોજન
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત આશ્રમશાળા નિવાસીશાળાએ (બંગલા વાડીએ) ધોરણ ૧ થી ૪ ધોરણ સુધી અભ્યાસ કરતાં દરિયાકાંઠાના બાળકોને સ્વ.શ્રી હીરાભાઈ મગીયાનાં (ધારીવાળા બહેન) હાલ લંડન સ્વ.બહેન શાન્તાબેન વનમાળદાસ સંઘરાજકાની પૂણ્યતિથિ નિમિત્તે તેમનાં સુપુત્રો દ્વારા મિષ્ટાન્ન ભોજન કરાવવામાં આવ્યું જેમાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ વાટલિયા, ઉપ-પ્રમુખ શ્રી મુકુંદભાઈ નાગ્રેચા, કારોબારી સભ્ય જનકભાઇ ઉપાધ્યાય, નિલેશભાઈ મજીઠીયા, ખડસલીના પુનાભાઈ વગેરે ઉપસ્થિત રહેલાં. નિર્દોષ ભૂલકાઓના ચહેરાઓ હાજર સૌને પ્રભાવિત કરી ગયાં, સમગ્ર સ્ટાફની બાળકો પ્રત્યેની લાગણી સભર સંભાળ મુલાકાતીઓની પ્રભાવી કરી જાય તેવી શ્રેષ્ઠ જોઇ રાજીપો વ્યક્ત કર્યો.

