Gujarat

સાવરકુંડલા તાલુકાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના સુપુત્ર પ્રિયંકભાઈ પાંધીએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવી એક નવો ચીલો પાડ્યો.કેક કલ્ચરને આપી તિલાંજલિ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના સુપુત્ર અને પર્યાવરણપ્રેમી તથા ડીઝીટલ ક્રાંતિના આગવી ઓળખ ઉભી કરનાર ઈન્ડિયા ટુ પે ના ફાઉન્ડર અને લોકપ્રશ્નનો માટે સતત ઝઝૂમનાર માનવતાના પુજારી એવાં પ્રિયંકભાઈ પાંધીએ પોતાના જન્મદિવસની ઉજવણી કેક કલ્ચરને તિલાંજલિ આપીને પર્યાવરણનું જતન, અને ગરીબ અને છેવાડાના માનવીઓ તેમજ સાવરકુંડલા શહેરમા આવેલ માનવમંદિર ખાતે મનોરોગી બહેનોની સાથે પૂ. ભક્તિરામ બાપુના શુભ આશીર્વાદ મેળવીને મનાવેલ પ્રાંતઃ કાળે આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ગૌમાતાને રજકો નિરણ પોતાના સ્વહસ્તે ખરાવી, ૫૦ છોડનું વૃક્ષારોપણ કરી અને આજે સમગ્ર વિશ્ર્વ જેનાથી પરેશાન છે એવા પ્લાસ્ટિક ઝભલાને લોકો તિલાંજલિ આપે એ ઉદ્દેશ્યથી ૫૦૦ જેટલી કાપડની થેલીનું વિના મૂલ્યે વિતરણ કરી લોકોને પ્લાસ્ટિકને તિલાંજલિ આપવા માટે સમજાવ્યા ત્યાર બાદ સાવરકુંડલા શહેરના માનવમંદિર ખાતે નિવાસ કરતી મનોરોગી બહેનોની મુલાકાત પૂ. ભક્તિરામ બાપુના આશીર્વાદ સાથે લીધી અને અહીં મનોરોગી બહેનોને નાસ્તા તરીકે દાબેલી અને આઈસ્ક્રીમ ખૂબ જ ભાવથી ખવરાવીને ત્યાર બાદ સાવરકુંડલા શહેરના છેવાડાના સીમ વિસ્તારમાં રહેતાં ગરીબ બાળકોને દાબેલી એ પણ સાવરકુંડલા શહેરની સર્વોત્તમ શિવસાઇ દાબેલીવાળાની દાબેલી ખવરાવી બાળકો સાથે હળવી પળો વિતાવી. આમ કેક  કલ્ચરને તિલાંજલિ આપીને જન્મદિવસ ઉજવણીનો એક નવો ચીલો પાડ્યો. તેમના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા શહેર તેમજ ગુજરાતના અનેક કલાપ્રેમી લોકસાહિત્યકાર, કલાના ઉપાસકો, મા સરસ્વતીના આરાધકો, વકીલ મિત્રો, રાજકીય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા સજ્જનો, પત્રકારશ્રીઓ, અને સ્વજનોના તરફથી અઢળક શુભેચ્છા સંદેશાઓ પ્રાપ્ત થયાં. આ પ્રસંગે સંતો મહંતોના સવિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થયાં. આમ સેવા એ જ સાધના એ સંદેશને જન્મદિવસ નિમિત્તે ગુંજતો થયો.

IMG-20220804-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *