Gujarat

સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડા અને નગરપાલિકા સદસ્ય પતિ કરશનભાઈ આલના પ્રયાસોને કારણે સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર પાંચનાં વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા શરૂ થવાનાં ઊજળા સંજોગો નિર્માણ થયા છે

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડા અને નગરપાલિકા સદસ્ય પતિ કરશનભાઈ આલના પ્રયાસોને કારણે સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર પાંચનાં વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા શરૂ થવાનાં ઊજળા સંજોગો નિર્માણ થયા છે. આજરોજ અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં ચેરમેન વિપુલભાઈ દુધાત સમેત અન્ય પદાધિકારીઓ શાળા માટે સ્થળ અને ભાડાની શાળા માટે સ્થળ તપાસ અર્થે મુલાકાત લીધી.
———————————————————————
આજરોજ સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ વોર્ડ નંબર પાંચનાં વિસ્તારમાં નવી શાળા જમીન અને ભાડાની શાળા માટે નિરીક્ષણ મુલાકાત લેતાં અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં ચેરમેન વિપુલભાઈ દુધાત સમેત સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ, સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડા, સાવરકુંડલા નગરપાલિકા સદસ્યપતિ કરશનભાઈ આલ, સાવરકુંડલા ટીપીઓ વાઢેર સાહેબ, બીઆરસી સાવરકુંડલા તથા સ્ટાફ સાવરકુંડલા ભાજપ અનુ. જાતિ મોરચાના મંત્રી, રાજાભાઇ વાળા, ન્યાય સમિતિ ચેરમેન મુકેશભાઈ મહીડા ભાજપ અગ્રણી હર્ષદભાઈ પરમાર, મુકેશભાઈ દાફડા, રવજીભાઇ વાળા, રાહુલભાઈ વાળા તથા વોર્ડ નંબર પાંચનાં રહીશો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

IMG-20220201-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *