સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની શુભેચ્છા મુલાકાત કોંગ્રેસના ધારાસભ્યો અમરીશભાઈ ડેર અને પ્રતાપ દુધાતે લીધી હતી. આ સંદર્ભે તેઓશ્રીએ આ બેંકના વહીવટ અને વિકાસની પ્રશંસા કરી હતી. સહકારી ક્ષેત્રે આ બેંક નફો કરતી, વહીવટી કાર્યપદ્ધતિ માટે સમગ્ર જિલ્લામાં એક આગવું સ્થાન ધરાવે છે. સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર બંને એ એકસાથે આ બેંકની મુલાકાત લઈને બેંકની ગ્રાહકો માટેની સુવિધા, સવલતો અને કાર્યકુશળતાની જીણવટભરી માહિતી પણ મેળવી હતી. અને બેંકની કામગીરીની ખૂબ પ્રશંસા કરી હતી. આ તકે સંદર્ભે સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના હોદેદારોએ બંને ધારાસભ્યશ્રીઓનું ફૂલહારથી સંન્માન કર્યું હતું.


