Gujarat

સિવિલ હોસ્પિટલમાં રક્તપિત્તની આધુનિક સારવાર ઉપલબ્ધ  

ગીરગઢડા
   ભરત ગંગદેવ…
રક્તપિત્તના ખોડ ખાપણ વાળા દર્દીઓને સારવાર માટે રાજકોટ-અમદાવાદ સુધી ધક્કો નહી ખાવો પડે
ગીર-સોમનાથ તા. -૧૮, ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સેવામાં વધુ એક વધારો થયો છે. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રક્તપિત્ત-લેપ્રસીની સારવાર માટેના આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેથી હવે ગીર સોમનાથ જિલ્લાના રક્તપિત્તના દર્દીઓએ સારવાર માટે રાજકોટ-અમદાવાદ સુધી લાંબુ નહી થાવું પડે. આ સાથે જરૂરિયાતમંદ દર્દીઓને લેપ્રસીની સારવાર માટેના સાધનો પણ નિ:શુલ્ક પૂરા પાડવામાં આવશે.
વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રક્તપિત્તના દર્દીઓને આધુનિક સારવાર અને સાધનો મળે તે માટે પ્રયાસરત રહેલા સ્કીન સ્પેશ્યાલિસ્ટ  એમ.ડી. ડો. રવિ શામળા કહે છે કે, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, ઉના, કોડીનાર સહિતના વિસ્તારમાં રક્તપિત્તના ઘણાં દર્દીઓ જોવા મળે છે.  આ દર્દીઓમાં ખાસ કરીને ક્લો હેન્ડ, ફૂટ ડ્રોપ, રીસ્ટ ડ્રોપની ખોડ ખાપણ જોવા મળતી હોય છે.  આ ખોડ ખાપણ ધરાવતા દર્દીઓની સારવાર માટે રાજકોટ અથવા અમદાવાદ જવું પડતું હતું.
વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રક્તપિત્તના દર્દીઓની સારવાર માટે ફિંગર સ્પ્લીન્ટ, હેન્ડ સ્પ્લીન્ટ, ફૂટ ડ્રોપ સ્પ્લીન્ટ, રીસ્ટ સ્પ્લીન્ટ, એમસીઆર ચપ્પલ જેવા સાધનો દર્દીઓએ તદન નિ શુલ્ક આપવામાં આવશે. આ સાથે દર્દીઓનુ કાઉન્સેલિંગ અને દવા પણ વિનામૂ્લ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રવિ શામળા કહે છે કે, રક્તપિત્તના દર્દીઓ બિમારીના છેલ્લા તબક્કામાં ડોક્ટર પાસે પહોંચવાથી દર્દીઓમાં વધુ ખોડ ખાપણ જેવા મળે છે. આ દર્દીઓને રોજીંદી ક્રિયાઓ કરવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં આધુનિક સાધનો ઉપલબ્ધ થતા ખાસ કરીને રક્તપિત્તના દર્દીઓને ખૂબ મોટી રાહત મળશે. આ સાથે ડો. રવિ શામળાએ આ સારવાર શરૂ થવા માટે જહેમત ઉઠાવી રહેલા ડો. દિપક પરમાર અને લેપ્રેસી સુપરવાઈજર  કમલેશ વાળાનો આભાર માનવાની સાથે રક્તપિત્તના દર્દીઓને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે અનુરોધ કર્યો હતો.

IMG-20220418-WA0566.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *