સુરત
સુરતમાં શ્રમજીવી પરિવાર માનદરવાજા વિસ્તારમાં રહેતા હાસિન નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી છે. લગભગ એક દોઢ વર્ષથી દીકરીને તારી સાથે જ નિકાહ કરીશ. હું કહું એટલે તારા પતિને તલાક આપી દેજે, કહી ફોસલાવી રમી રહ્યો હતો. એટલું જ નહીં, પણ આ બાબતની જાણ થતાં મેં દીકરીને સમજાવી પણ હતી. જાેકે દીકરીએ હાસિમ સાથે જ સંસાર માંડવો હતો, એટલે મેં તેને પણ સમજાવ્યો હતો. જાેકે એ સમયે હાસિમે મારા ભાઈના નિકાહ થઈ જાય, એટલે હું તમારી પરિણીત દીકરી સાથે નિકાહ કરી લઈશ. બસ, હું કહું ત્યારે તમે દીકરીના તલાક લઈ લેજાે. આવું કહી વિશ્વાસ આપ્યો હતો. ત્યાર બાદ તેના ભાઇના નિકાહ થઈ ગયા બાદ હાથ ઊંચા કરી લીધા હોવાનું પિતાએ કહ્યું હર્ત પરિણીત પ્રેમિકાને ગર્ભ રહી ગયો હોવાની જાણ બાદ આઠ મહિના પહેલાં હાસિમ તેના ટપોરી મિત્રો સાથે મારી દીકરીના સાસરે પણ ગયો હતો. ધાક ધમકી આપી પીછો છોડી દેવા કહી રહ્યો હતો. એટલું જ નહીં, પણ મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી. હવે ફોન ન કરીશ, કહેતા દીકરી હતાશ થઈ ગઈ હતી, એટલે તેણે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મારી દીકરીની જિંદગી બરબાદ કરનારને સજા મળવી જાેઈએ.


