Gujarat

સુરતમાં વિરોધ પ્રદર્શન કરતા ૨૦ કોંગ્રીઓની અટકાયત

સુરત
મધ્યમ અને ગરીબ પ્રજા ઉપર મોંઘવારીનો માર સતત પડી રહ્યો છે. શાકભાજીથી લઈને તેલના ભાવ હોય કે પછી અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપર મોંઘવારીએ માઝા મૂકી છે. વિશેષ કરીને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે ટ્રાન્સપોર્ટ સહિતની તમામ ચીજવસ્તુ મોંઘી થઈ છે. જેની ગરીબ અને મધ્યમ વર્ગના બજેટ ઉપર સીધી અસર કરે છે. થોડા દિવસ અગાઉ જે રીતે તેલના ડબ્બા ઉપર તોતિંગ ભાવવધારો થયો હતો. ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતોના અતિ જરૂરી એવા ખાતર ઉપર પણ ભાવ વધારો થયો છે તેને કારણે ખેડૂતોની પણ આર્થિક સ્થિતિ નબળી થઈ રહી છે. મોદી સરકાર શાસનમાં આવ્યું છે ત્યારથી ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે. કોરોનાકાળમાં ઘણા લોકોએ રોજગારી ગુમાવી છે. સરકાર દ્વારા આવા બેરોજગારોને માટે રોજગારીની કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં નથી. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાંધણગેસથી લઈને શાકભાજી તેમ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ વ્યાજબી ભાવે મળી રહે તેવી કોઇ વ્યવસ્થા ઊભી કરી નથી. મોંઘવારીએ માત્ર રાજકીય મુદ્દો નથી પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનો મોટો પ્રશ્ન બની ગયો છે. જે સરકાર અચ્છે દિનની વાત કરી રહી હતી તેના શાસન દરમિયાન જ પ્રજા પીસાઈ રહી છે. વિરોધ પક્ષ તરીકે અત્યારે અમે આ મુદ્દે સતત વિરોધ કરતા રહેજાે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતા રહીશું. અમારી લડાઈ તાનાશાહી અને અભિમાની સરકાર સામેની લડાઇ છે.કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે સંગઠનાત્મક રીતે કાર્યક્રમ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મોદી સરકારના શાસન દરમિયાન વધતી મોંઘવારીને મુદ્દો બનાવીને હવે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કરાયો છે. સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને વિરોધ કરવામાં આવ્યો છે. સુરતમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. સુરત શહેર પ્રમુખ સહિત પૂર્વ કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. વિરોધ કરી રહેલા ૨૦થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *