Gujarat

સુરવાડીમાં કર્મીઓને લોકોએે ભગાડ્યાં

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલ્વે ની દબાણ શાખા એ દબાણ દૂર કરવા માટે પહોંચ્યું હતું. અંદાજિત 200 થી વધુ ધરો અને ધાર્મિક સ્થળો પર દબાણ ના નામે જેસીબી લઈ તોડવા માટે આવેલ ટીમ સામે ગણતરી ના સમય માં આખું ગામ તૂટી પડ્યું હતું ને ઉગ્ર રજુઆત કરતા તેમાંથી દબાણ ટીમ રવાના થઇ ગઈ હતી.
માપણી ને લઇ રેલ્વે ટીમ દ્વારા લોકો ના ધરો માં પણ ઘૂસી જતા હોવાની ફરિયાદ કરી હતી. તો દબાણ પૂર્વે કોઈ પણ ગ્રામજનો ને નોટીશ કે મૌખિક જાણ કર્યા વગર આવી પહોંચ્યા હતા સામી દિવાળીએ જ ઘર પર આફત આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ વિસ્તાર માં સરકાર દ્વારા જ ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત મકાન પણ બાંધી આપવામાં આવ્યા છે.
ત્યારે દબાણ હેઠળ બાંધકામ હોવાનું સામે આવી રહ્યું છે. રેલ માર્જિન ની જગ્યા માં ગામ ના મકાનો હોવાનું એક તરફ રેલ્વે વિભાગ જણાવી રહ્યું છે. તો ગ્રામજનો દ્વારા 25 થી 30 વર્ષ ઉપરાંત થી તેવો વસવાટ અહીં કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.

IMG-20220930-WA0142.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *