Gujarat

અમદાવાદ સિવિલમાં નવો પોસ્ટમોર્ટમ રૂમ બનશે

અમદાવાદ
અમદાવાદ શહેરનો વ્યાપ વધવાની સાથે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. તેમજ અકસ્માત મોતની સંખ્યા પણ વધવાને પગલે આકસ્મિક કે અન્ય રીતે મૃત્યુ પામનાર લોકોના પીએમ પણ કરવામાં આવે છે. હાલ શહેરમાં સૌથી વધુ પીએમ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજની બાજુમાં આવેલા જુના પીએમ રૂમમાં કરવામાં આવે છે. આ પીએમ રૂમ જુનો થવાની સાથે ત્યાં જગ્યા પણ ઓછી હતી. આ સાથે પીએમ માટેના ટેબલ ઓછા હોવાના કારણે ઘણીવાર પીએમ માટે વધુ બોડી આવતા સંબંધીઓને વધુ રાહ જાેવી પડતી હતી. તેની સાથે જ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા પણ ઓછી હતી અને તેમાંથી કેટલાક રૂમ બંધ હાલતમાં હોવાથી ઘણીવાર વધુ ડેડબોડી આવી જતા એક જ રૂમમાં એકથી વધુ બોડી રાખવી પડતી હતી. આવા સંજાેગોમાં લાંબા સમયથી સિવિલ હોસ્પિટલમાં નવો પીએમ રૂમ તૈયાર કરવાની માગણી સાથે રાજ્ય સરકારમાં પ્રસ્તાવ પડતર હતો. જેને તાજેતરમાં જ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

Civil-Hospital.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *