Gujarat

અમરેલીમાં પરેશ ધાનાણી સહિતના કાૅંગ્રેસીઓએ ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કર્યા

અમરેલી
૨૦૨૨ વિધાન સભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલી શહેરમાં ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે. તેની સામે કોંગ્રેસ પણ હવે પ્રચારના મેદાનમાં ઉતરી છે. અમરેલી શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી અને કોંગ્રેસના કાર્યકરો હોદેદારો દ્વારા શહેરના મુખ્ય માર્ગ ઉપર મેરા બુથ મેરા ગૌરવ અંતર્ગત પ્રચાર શરૂ કર્યો છે. સાથે કોંગ્રેસની અધિકાર પત્રિકા વિતરણ કરી વિવિધ વેપારીઓ સમક્ષ પહોંચી પત્રિકા વિતરણ કરાઈ રહી છે અને લોકોને મોંઘવારી,મંદી, સહિત પ્રશ્નો અને કોંગ્રેસની સરકાર બનશે તો ૮ વચનની ચર્ચાઓ કરી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. અમરેલીમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અહીં ચૂંટણી લડશે. જેના કારણે ત્રિપાંખિયો જંગ જાેવા મળી શકે છે. વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ તમામ પાર્ટીઓએ લોકસંપર્ક વધારવાની શરૂઆત કરી છે.

Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *