Gujarat

અમરેલી જીલ્લા જેલમાં નોકરચોરીના કેસમાં વચગાળાના જામીન રજા પરથી છેલ્લા ચાર માસથી ફરાર થયેલ કેદીને પકડી પાડતી અમરેલી સીટી પો.સ્ટે. સર્વેલન્સ ટીમ

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓ દ્વારા રાજ્ય/જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડી પાડવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ/ચા પો.ઇન્સ. એમ.એ.મોરી સાહેબ તથા અમરેલી સીટી પો.સ્ટે. સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી જીલ્લા જેલમાં નોકરચોરીના કેસમાં વચગાળાના જામીન પરથી છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ચોક્કસ બાતમી આધારે પકડી પાડી અમરેલી જીલ્લા જેલ ખાતે સોપેલ છે.
*પકડાયેલ કેદી*
ભવદીપભાઇ નરશીભાઇ પરમાર રહે.અમરેલી ચીતલ રોડ, જયભીમ સોસાયટી તા.જી.અમરેલી
*ગુન્હાની વિગત*
અમરેલી સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૦૨૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૧ મુજબ
આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ.ચા.પો.ઇન્સ.શ્રી એમ.એ.મોરી તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ દ્વારા આ કામગીરી કરેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220723-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *