Gujarat

આગામી બે વર્ષમાં સોમનાથ માં આધુનિક રેલવે સ્ટેશન નું થશે નિર્માણ, જ્યાં ટ્રેન માંથી ઉતરતા જ યાત્રાળુઓ ને સોમનાથ મંદિરના દ્વારે પહોચી ગયા નો થશે અનુભવ.

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ કે જ્યાં દેશ વિદેશથી લાખો ભાવિકો સોમનાથ મહાદેવ ના દર્શને આવે છે. અને સોમનાથ આવતા યાત્રીઓ ની સુવિધા ને લઈ સોમનાથ ટ્રસ્ટ થી લઈ ગુજરાત સરકાર નું ટુરિઝમ વિભાગ હોય કે કેન્દ્ર સરકાર તમામ સોમનાથ આવતા ભાવિકો ને વધુ માં વધુ સુવિધાઓ મળે તેમના માટે તત્પર રહે છે. પાછલા કેટલાક વર્ષો માં ની એવી તો કાયા પલટ થઈ કે યાત્રીઓ ને તમામ પ્રકાર ની સુવિધાઓ અહી મળે રહે છે. તેમ છતાં યાત્રીઓ ને સુવિધા આપવા માં કેન્દ્ર નું રેલવે વિભાગ પણ કેમ બાકી રહી શકે. જીહા.. રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા જગવિખ્યાત યાત્રાધામ સોમનાથ માં હાલના રેલવે સ્ટેશન નું આધુનિક અપગ્રેડેશન કરવા નું નક્કી કર્યું છે. જે કુલ 134 કરોડ ના ખર્ચે નિર્માણ પામશે. માહિતી મુજબ રેલવે સ્ટેશન નું બિલ્ડિંગ સોમનાથ મંદિર ના વારસા ને દર્શાવતું હશે. અને ટ્રેન ના આગમન અને પ્રસ્થાન માટે અલગ અલગ લોન્જ ઉપરાંત પ્લેટફોર્મ ની સંખ્યા વધારવાનું પણ આયોજન છે, તો ઊર્જા બચત માટે પણ ગ્રીન બિલ્ડિંગ કોન્સપેટ ને અપનાવી સ્ટેશન નો વિકાસ કરવામાં આવશે. જે તૈયાર થતા હજુ બે વર્ષ જેવો સમય લાગશે. પરંતુ આ રેલવે સ્ટેશન તૈયાર થતાની સાથે સોમનાથ આવતા ભાવિકો ટ્રેન માંથી ઉતરતા ની સાથે જાણે મહાદેવના દ્વારે પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ પણ થશે.

IMG-20220721-WA0490.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *