Gujarat

આદિવાસી જે ઈચ્છશે તે કોંગ્રેસ સરકાર કરશે ઃ રાહુલ ગાંધી

દાહોદ
રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત સત્યાગ્રહ પત્રનું વાચન જગદીશ ઠાકોરે કર્યુ હતું. સભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, તાપી અને વેદાંતા પ્રોજેક્ટ સામે આંદોલન કરવાનો નિર્ધાર કરાયો હતો. આ સિવાય સત્યાગ્રહ માટેની કીટને રાહુલ ગાંધીએ ખુલ્લી મુકી હતી. આ સિવાય સત્યાગ્રહ એપને રાહુલ ગાંધીએ ખુલ્લી મુકી હતી તેમજ સત્યાગ્રહની વેબસાઈટ ુુુ.ટ્ઠઙ્ઘૈુટ્ઠજૈજટ્ઠંઅટ્ઠખ્તટ્ઠિર.ૈહનો પણ રાહુલ ગાંધીના હસ્તે આરંભ કરાયો હતો. સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ એક પબ્લિક મિટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. બે ભારત બની રહ્યાં છે, એક અમીરોનું જેમાં અમુક મોટા અમીર લોકો છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું ભારત ભારતની આમ જનતાનું હિંદુસ્તાન છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી તેને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસને બે ભારત નથી જાેઇતાં. અમને એવું ભારત જાેઇએ કે જેમાં સૌને સમાન હક્ક હોય બધાને તમામ સુવિધા મળે. યુપીએમાં અમે કોશિશ કરી જળ, જંગલ જમીન આપને મળે. મનરેગાનો કાયદો આપ્યો. કરોડો લોકોને મનરેગાનો ફાયદો થયો. પૂછ્યા વિના જમીન નહીં લેવાય. નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાની મઝાક ઉડાવી. કહ્યું કે મનરેગા હું રદ નહીં કરું. નોટબંધી કરી જનતાને લાઈનમાં લગાવી, ફાયદો અમીરોને થયો. જીએસટી લાગુ કર્યો, એવો જીએસટી બનાવ્યો કે ગરીબોને નુકસાન થાય, અમીરોને ફાયદો થાય. એક હિન્દુસ્તાન જેમા કોઈ કાયદો નહી, બીજુ હિન્દુસ્તાન ગરીબોનું જેમાં કોરોનામાં મરવા દવાખાને જવાનું. કોંગ્રેસની સરકાર બનશે, આદિવાસી જે ઇચ્છશે તે ગુજરાત સરકાર કરશે, બે-ત્રણ લોકો નહીં જનતાનો અવાજ સરકાર ચલાવશે. અમે ગુજરાતમાં છત્તીસગઢની જેમ ગુજરાતમાં ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરીશું, વાતો નહીં કરીએ ગેરન્ટી આપીશું. આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. આદિવાસીઓને શિક્ષણ, રોજગાર, આરોગ્ય કશુંયે ન મળ્યું. અમે તમારા અવાજને આંદોલનના માધ્યમથી બહાર કાઢવા માંગીએ છીએ. કોંગ્રેસના આ અવાજને એટલો મજબૂત કરો કે પીએમને સંભળાય. આખા વિશ્વમાં ગુજરાત એવું રાજ્ય કે જ્યાં આંદોલન કરવા માટે પણ પરમિશનની જરૂર છે. હું જીગ્નેશ મેવાણીને ઓળખું છું, એને તમે ૧૦ વર્ષની પણ જેલ કરશો તો પણ કાંઇ ફરક નહિ પડે. અમે જનતા મોડેલ ફરીથી ગુજરાતમાં લાવવા માંગીએ છીએ, જ્યાં જનતાનો અવાજ સરકાર ચલાવે. બે ત્રણ લોકો જનતાને ચલાવે છે, લોકો ચૂપ બેસી રે છે. તમને સત્યની ખબર છે, તમારે એ સત્ય માટે લડવું પડશે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે, જ્યાં આદિવાસીઓનો અવાજ હશે, આદિવાસી એમએલએ હશે અને આદિવાસી જે ઇચ્છશે એ સરકાર કરશે. પીએમ કહે છે થાલી બજાવો, ૩ લાખ લોકો મર્યા પણ ટીવી પર એક જ ચહેરો દેખાય છે એ પણ નરેન્દ્ર મોદીનો. હાલની સરકારે સરકારી શાળાઓ બંધ કરી, ખાનગીકરણ કર્યુ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિકાસની દરેક ઈંટ પર આદિવાસીઓનો હાથ છે. આ રેલી નથી સત્યાગ્રહની શરૂઆત છે, કોંગ્રેસ ૧૨૫ વિધાનસભાની બેઠક જીતશે. આ પ્રસંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં આદિવાસી પ્રજાને હેરાન કરવાના કાવતરાઓ ભાજપ દ્વારા થઇ રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો એ આદીવાસી હોય કે નોન આદિવાસી હોય એમણે બધાએ ગુજરાતના આદિવાસીઓની લડતને પોતાની લડત બનાવવાનું નક્કિ કર્યુ છે. જ્યારે અમે રાહુલ ગાંધી સાથે આ અંગે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે કહો ગુજરાત કે નૌજવાન આદિવાસીઓસે મેં ગુજરાત આઉંગા ઇનકી લડત કો સમર્થન કરુંગા અને એના ભાગરૂપે તેઓ અહિંયા આવ્યા છે.

Rahul-Gandhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *