Gujarat

આરોગ્યના જતીનભાઈ શેઠ પરીવાર દ્રારા રાણપુર શહેરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો.

 169 લોકોને આંખની તપાસ કરાવી તેમાંથી 34 દર્દીઓને વિનામુલ્યે મોતીયાના ઓપરેશન માટે રણછોડદાસજીબાપુ હોસ્પિટલ રાજકોટ લઈ જવામાં આવ્યા…
બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે આજે નેત્રયજ્ઞ નો વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો.કેમ્પની શુભ શરૂઆત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યુ હતુ.રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્રારા આયોજીત તેમજ રાણપુર પંથક માટે આરોગ્ય,શિક્ષક માટેના મહાન દાતા અને મુબઈ ખાતે રહેતા ઉદ્યોગપતિ જતીનભાઈ મનુભાઈ શેઠ પરીવાર તથા રાણપુરના મુકુંદભાઈ વઢવાણા ના સહયોગથી શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાયો.આ કેમ્પમાં 169 દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી.તેમાંથી 34 દર્દીઓને ભોજન કરાવી મોતીયાના ઓપરેશન માટે રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટ ખાતે આંખ ના ઓપરેશન માટે તમામ દર્દીઓને બસ દ્રારા વિનામુલ્યે લઈ જવામાં આવ્યા હતા. જ્યા તમામ દર્દીઓને અતિ આધુનિક ફેકો મશીન થી ટાંકા વગરનું સારા માં સારા સોફ્ટ ફોલ્ડેફલ લેન્સ(નેત્રમણી)સાથે નિષ્ણાંત અને ખુબજ અનુભવી સર્જન ડોક્ટરો ની ટીમ દ્રારા વિના મુલ્યે ઓપરેશન કરવામાં આવશે.ઓપરેશન બાદ દર્દીઓને રાણપુર ખાતે વિનામુલ્યે પરત મુકવા આવશે.આ કેમ્પમાં સેવાભાવી આગેવાનો હાજર રહ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *