*આખરે કેશોદ પોલીસને મળી મોટી સફળતા
તેર વર્ષ અને છ માસની નાની વયની સગીરાને ભગાડી જનાર યુવાન આરોપીને ઉત્તર પ્રદેશ થી સગીરા સાથેજ દબોચી લેવામા આવ્યો.
જાણવા મળેલ વિગતો મુજબ ગત તા.4-11-2021 ના રોજ દિવાળીના દિવસે 13 વર્ષ અને છ માસની વયની સગીરાનુ જુનાગઢ જિલ્લા ના કેશોદ શહેરના તેણીના રહેઠાણ પાસેથી અપહરણ થયેલ જેની ફરિયાદ આ તરુણીના પિતા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમા કરવામા આવેલ. આ ફરિયાદ ની એફ.આઈ.આર.થયા બાદ બે મહિના જેટલો સમય વિતી ગયા છતાં પોલીસને સફળતા પ્રાપ્ત ના થાતાં સગીરાના પિતાએ બેરીસ્ટર અસુદુદ્દીન ઓવૈશી ની પાર્ટી એ.આઈ.એમ આઈ.એમ.ના જુનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલ તેમજ મહામંત્રી એડવોકેટ યુસુફભાઈ કરુડને રજૂઆત કરેલ.
ટૂંકા પગારમા એક મીલમા પગી તરીકે નોકરી કરતા આ દિકરીના ગરીબ પિતાની વેદના સાંભળી, તેઓને વહેલો ન્યાય મળે અને અપહરણ કર્તા પકડાઈ જાય તેમજ દિકરી હેમખેમ મળી જાય તે હેતુથી એ.આઈ.એમ.આઈ.એમ.પાર્ટી ના જૂનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલે કેશોદ પોલીસ, તેમજ જુનાગઢ જિલ્લા પોલીસ વડાને આ અંગે તાત્કાલિક પગલા ભરી આરોપીની ધરપકડ કરવા લેખિત ફરિયાદ કરેલ. પોલીસના પ્રયાસો છતાં આરોપી ચાલાક હોય પોતાના ઠેકાણા બદલાવતો રહેતો હોવાથી હાથમા આવેલ નહીં.
આ ઘટનાની લોક ચર્ચાઓએ જોર પકડતાં અને સગીરાના પિતાની પણ ધીરજ ખુટતાં એ.આઈ.એમ.આઈ.એમ.ના જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલે અમદાવાદ ખાતે રુબરુ જઈ પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા તેમજ અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ સમશાદભાઈ પઠાણને આ કેસ અંગે જાણ કરતાં પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલાએ આ કેસને ગંભીરતાથી લઈને પોતાના લેટર પેડ ઉપર આવેદન પત્ર લખી સૂચન કરતાં
એડવોકેટ સમશાદભાઈ પઠાણે ,જુનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલ તેમજ અમદાવાદના એ.આઈ.એમ આઈ એમ. પાર્ટીના વીસ જેટલા પદાધિકારીઓને સાથે રાખી ગાંધીનગર ખાતે ડી.જી.પી.ઓફીસે એક આવેદન પત્ર આપેલ અને આવેદન પત્ર મા જણાવ્યા મુજબ આરોપીની તાત્કાલિક ધરપકડ થાય,તેને આકરી સજા મળે તેમજ એક પિતાને પોતાની દિકરી હેમખેમ પાછી મળી જાય તે બાબતે રુબરુ રજૂઆત કરવામા આવેલ. આ રજૂઆત સાંભળી ડી.જી.પી.ઓફીસ ગાંધીનગર દ્વારા આરોપી જલ્દી પકડાઈ જાશે તેવું આશ્વાસન આપવામા આવેલ અને ત્યાંથી ખાતાકીય આદેશો જારી કરવામા આવેલ.
કેશોદ પોલીસને આરોપીનુ ઉત્તર પ્રદેશ તરફ લોકેશન મળતાં પોતાની ટીમને ઉત્તર પ્રદેશ રવાના કરેલ ત્યાં જઈ સઘન તપાસ હાથ ધરતાં ઉત્તર પ્રદેશ ના કાનપુર નજીકની એક જગ્યાનું પરફેક્ટ લોકેશન મળતાં આરોપીને તરુણીની સાથેજ દબોચી લેવામા આવેલ અને કેશોદ પોલીસ સ્ટેશને લાવવામા આવેલ અને આઈ. પી.સી.કલમ 363 મુજબના ગુના પ્રમાણે આઈ.પી.સી.366,376(2)(એન),376(3)તથા પોક્સો એક્ટ કલમ 4,5(એલ)6,8,12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ.
પોતાની દિકરી મળી આવેલ છે અને આરોપી પકડાઈ ગયેલ છે તે બાબતની તરુણીના પિતાને તેમજ સુલેમાનભાઈ પટેલને પોલીસ દ્વારા જાણ કરવામા આવેલ ત્યાર બાદ એ.આઈ.એમ.આઈ.પાર્ટીના જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ મહામંત્રી એડવોકેટ યુસુફભાઈ કરુડ,માંગરોળ તાલુકા પ્રમુખ ઈશાકભાઈ ખેબર શહેર પ્રમુખ યુસુફભાઈ ચાંદ,તાલુકા મંત્રી અસગર મીયાં બાપુ વગેરે પોતાની પાર્ટીના પદાધિકારીઓ મળીને તરુણીના પિતાને સાથે રાખી પોલીસ સ્ટેશને જઈ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.ચૌહાણને મળી આગળની કાર્યવાહી બાબતે ચર્ચા કરી અને પિતા પુત્રીની મુલાકાત કરાવી તરુણીને પોતાના માતા પિતાના ઘરે જવા તજવીજ હાથ ધરેલ તેમજ એ.આઈ.એમ.આઈ.એમ પાર્ટીએ ડી.જી.પી.ગાંધીનગર,એસ.પી.જુનાગઢ અને કેશોદ પોલીસની પ્રશંસનીય કામગીરી બાબતે આભાર વ્યક્ત કરેલ તેવું એક અખબારી યાદીમા સુલેમાનભાઈ પટેલે જણાવેલ છે અને એવું પણ જણાવેલ છે કે દિકરી ગમે તે સમાજની હોય તેને પોતાની દિકરી સમજી ન્યાય અપાવવા દરેકે દરેક સમાજ અને સંગઠનોએ પ્રયત્નો કરવા જોઈએ અને ખાસ કરીને તરુણાવસ્થાની દિકરીઓ ખાસ આજના ઈન્ટરનેટ યુગમા સોશિયલ મિડિયાનો ભોગ બનતી હોવાથી દરેક માતા પિતાએ પોતાના બાળકોનું આ અંગે કાળજી પૂર્વક ધ્યાન રાખવું જોઈએં.
