Gujarat

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના ધનીવાડી ગામે રોડ ઉપરથી કુલ કિંરૂ. ૪,૧૩,૩૬૦/- નો પ્રોહિ મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી કવાંટ પોલીસ

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન, નાઓના માર્ગદર્શન હેઠળ તથા સકલૅ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એ.ડાભી નાઓના સંક્લનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવૃતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ સી.એમ.ગામિત પો.સ.ઈ, કવાંટ પોલીસ સ્ટેશન નાઓ તથા સ્ટાફના માણસોને કવાંટ પો.સ્ટે વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીગમાં હતા દરમ્યાન પો.સ.ઈ. સી.એમ.ગામીત નાઓએ બાતમી હકીકત આધારે ધનીવાડી ગામે ઉપરથી વગર  પાસ પરમીટે સીફ્ટ ડીઝાઈર ગાડી નંબર :GJ-06-3362 માં લઈ જવાતો ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ તથા બિયરના કુલ બોટલ નંગ ૨૫૪ કિ.રૂ. ૧,૦૮,૩૬૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલ માં હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ સીફ્ટ ડીઝાઈર ગાડી નંબર GJ-06–3362 ની કિ.રૂ- ૩,૦૦,૦૦૦/- તથા અંગઝડતી માંથી મળી આવેલા મોબાઈલ ફોન નંગ – ૧ કિ.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪,૧૩,૩૧૦/- નો મુદ્દામાલ સાથે આરોપી આકાશ દર્દી બીટુ ઇન્દ્રપદન જાતે દેસાઈ ઉ, ૩૦ રહે.વડોદરા, ૨૫ ગાયત્રી ભવન, પરીવાર સ્કૂલની બાજુમાં, આજવા રોડ, વડોદરા શહેર નાઓએ પકડી પાર્ટી કવાંટ પો.સ્ટેમાં ગુનો રજી કરવામાં આવેલ છે આમ ક્વાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે, તેમજ આ ઇંગ્લીશ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય અરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220808-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *