Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામની અક્ષરધામ સોસાયટી માં બજરંગ દાસ બાપા ની મૂર્તિ ની સ્થાપના કરાય.

વેરાવળ ની અક્ષર ધામ સોસાયટી માં આજરોજ સોસાયટી ના રહેવાસીઓ દ્વારા બજરંગ દાસ બાપા ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ખોડિયાર માતાજી ના મંદિરે સામુહિક આરતી ઉતારી ને અહીં બિરાજમાન હઠીલા હનુમાનજી મહારાજ ના મંદિર પરિસર માંજ઼ બાપા ની મોટી છબી ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ખોડિયાર માતાજી ની મંદિરે થી સોસાયટી ની દરેક શેરી ગલીઓ માં બાપા ની વાજતે ગાજતે શોભાયાત્રા નું પણ આયોજન કરવા માં આવેલ હતું. સોસાયટી ના ભાઈઓ બહેનો એ ભારે ઉત્સાહ અને ઉમઁગ થી બાપા ની સ્થાપના કરી દર્શન નો લ્હાવો લીધો હતો.આં આયોજન માં બાપા ના ભક્તો તેમજ આજુબાજુ સોસાયટી ના રહેવાસીઓ તેમજ નાના મોટા બાળકો સહિતનાઓ ને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી.સોસાયટી ના વૃધો તેમજ સૌ કોઈ એ બાપા ના દર્શન કરીંને ધન્યતા અનુભવી હતી.જેમાં સોસાયટી ના પ્રમુખ શ્રી કેવિનભાઈ મારવનિયા તેમજ ગોપાલભાઈ નિમાવત બટુકભાઈ નાકરાણી તેમજ સોસાયટી ના આગેવાનો સહીતના ઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1645006750914.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *