Gujarat

કોવિડ-૧૯ને અનુલક્ષીને  છોટાઉદેપુર કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

છોટાઉદેપુર
રાજ્યમાં Covid-19ના સંક્રમણની બાબતને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા.૨૧/૦૧/૨૦૨૨ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B થી સમગ્ર રાજ્યમાં અમલમાં મુકવામાં આવેલ નિયંત્રણોની અવધિ તા.૨૯/૦૧/૨૦૨૨ ના રોજ પુર્ણ થાય છે.
 રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિની પુન: સમીક્ષા કરી ગૃહ વિભાગના તા.૨૮/૦૧/૨૦૨૨ના હુકમ ક્રમાંકઃ વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી રાજ્યમાં અમલમાં આવેલ નિયંત્રણોની અવધિ તા.૦૪/૦૨/૨૦૨૨ના સવારના ૦૬:૦૦ કલાક સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
 વાસ્તે, હું સ્તુતિ ચારણ, IAS, જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધી  એપેડેમીક ડીસીઝ એક્ટ-૧૮૯૭, કોવિડ-૧૯ રેગ્યુલેશન- ૨૦૨૦ની કલમ-૧૧ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૩ તથા ૩૪ હેઠળ મને મળેલ સત્તાની રૂએ, ગુજરાત સરકારશ્રી ના ગૃહ વિભાગના તા.૨૮/૦૧/૨૦૨૨ના હુકમ અન્વયે અત્રેની કચેરીના જાહેરનામાં ક્રમાંક નં એમએજી/વશી/૩૪૭/૨૦૨૨, તા.૨૧/૦૧/૨૦૨૨ ની મુદ્દ્ત તા.૦૪/૦૨/૨૦૨૨ સુધી લંબાવવા આથી હુકમ કરવામાં આવે છે.
 ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨, તા.૨૧/૦૧/૨૦૨૧ તથા અત્રેની કચેરીના જાહેરનામાં ક્રમાંક નં એમએજી/વશી/૩૪૭/૨૦૨૨, તા.૨૧/૦૧/૨૦૨૨, તા.૨૧/૦૧/૨૦૨૨ ની તમામ જોગવાઇઓ આ જાહેરનામાંને લાગુ પડશે તથા અમલમાં રહેશે.
 આ જાહેરનામું સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૨  થી તા.૦૪/૦૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.આ હુકમના ભંગ બદલ The EPIDEMIC DISEASES Act 1897 અ‍ન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020ની જોગવાઇઓ,ઇન્ડિયન પિનલ કોડની કલમ ૧૮૮ તથા The Disaster Management Actની જોગવાઇઓ  હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *