Gujarat

ખેલ મહાકુંભ-૨૦૨૨માં ભાગ લેવા માટે તા.૧૧/૦૩/૨૦૨૨ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

જામનગરતા.૧૦માર્ચ,ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૨ અન્વયે ૧૧,૧૪,૧૭ નીચે અને ૧૭,૪૦,૬૦ ઉપર એમ જુદા જુદા વયજૂથની એથ્લેટીક્સ, કબડી, ખોખો, ચેસ, વોલીબોલ, યોગાસન, આર્ચરી, સ્વીમીંગ, જૂડો, કુસ્તી, બાસ્કેટબોલ, ટેકવેન્ડો,બેડમિન્ટન,હોકી, ફૂટબોલ,કરાટે, ટેબલ ટેનીસ,હેન્ડબોલફેન્સીંગ, બોક્સિંગ, શૂટીંગ, જીમ્નાસ્ટીક,આર્ટિસ્ટીક સ્કેટિંગ જેવી રમતોની સ્પર્ધાઓ યોજવામાં આવશે.જેમાં ૧૧,૧૪,૧૭ નીચે અને ૧૭ ઉપર ૪૦,૬૦ ઉપર વયજૂથના શાળા/કોલેજમાં ભણતા ખેલાડીઓએ ફરજીયાત શાળાએથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશેતેમજ ૧૭,૪૦,૬૦ ઉપરના ખેલાડીઓ ખેલ મહાકુંભની www.khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટથી તા.૧૧/૦૩/૨૦૨૨ સુધી રજીસ્ટ્રેશન કરી શકશે. ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન વગર ભાગ લઈ શકાશે નહિ.વધુ માહિતી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી,જિલ્લા સેવા સદન-૪,રૂમ નં-૪૨,રાજપાર્ક પાસે,જામનગર ખાતે સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *