જામનગરતા.૧૦માર્ચ,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર ખાતે તા.૦૯ મી માર્ચ ૨૦૨૨નાં રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. એમ. ગજીપરાનાં અધ્યક્ષ સ્થાને વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી હતી, જેમાંકૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વડા ડો. કે. પી. બારૈયા દ્વારા જામનગર અને દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં ગત વર્ષ દરમિયાન થયેલ કામગીરી તથા ચાલું વર્ષ દરમિયાન કરવાની થતી કૃષિલક્ષી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્શ કરવામાં આવેલ. ત્યાર બાદ વૈજ્ઞાનિકો દ્વારા અલગ-અલગ વિષય પર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, જૈવિક ખેતી, ખેતી પર વાતાવરણની અસરો તેમજ ખેતીમાં આધુનીકરણ અને ખેતીખર્ચ ઘટાડો વગેરે જેવાં મુદ્દાઓ પર ભાર આપવામાં આવ્યો.
આ બેઠકમાં જામનગર જિલ્લાનાં નાયબ ખેતીનિયામક વિસ્તરણ, નાયબ ખેતીનિયામક તાલીમ, સંશોધન વૈજ્ઞાનિક (બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર), સંશોધન વૈજ્ઞાનિક (સુકી ખેતી સંશોધન કેન્દ્ તરઘડીયા, રાજકોટ) તેમજ જિલ્લાનાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
