Gujarat

ગાંધીનગરની આશકા હોસ્પિટલમાં પથરીના ઓપરેશનથી દર્દીનું મોત

ગાંધીનગર
કોરોના કાળ વખતે પણ દર્દીના મોત મામલે એક પરિવારે આશકા હોસ્પિટલમાં રીતે હોબાળો મચાવતા પોલીસે જઈને મામલો શાંત પાડ્યો હતો. ત્યારે ફરીવાર આશકા હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં પોલીસને દોડી જવું પડ્યું હતું. બનાવની વિગતો મુજબ કુડાસણ ખાતે રહેતા સુરેન્દ્રસિંહ હુકમસિંહ ચૌહાણને પથરીના ઓપરેશન માટે આશકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું ઓપરેશન કર્યા પછી ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યા હતા. રાત્રે હોસ્પિટલમાં હોબાળો મચાવી લાશ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. પથરીનું ઓપરેશન કરનાર ડો. ગૌરાંગ વાઘેલાની બેદરકારીના કારણે સુરેન્દ્રસિંહનું મૃત્યુ થયું છે. જેમનું મૃત્યુ ઓપરેશન દરમિયાન થયું હતું અને હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાયા હતા. આ અંગે મૃતક સુરેન્દ્રસિંહનાં સગા કાળુસિંહ ચાવડાએ કથિત આક્ષેપ કરીને કહ્યું હતું કે, અમે પોલીસ ફરિયાદ કરી પણ હજી પોલીસે ફરિયાદ નોંધી નથી. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધીમાં મૃતદેહ સ્વીકારમાં આવશે નહીં. પરિવારે બેદરકારીનો આક્ષેપ કર્યો હોવાથી મૃતકનું પેનલ ડોકટરો મારફતે અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટે તજવીજ કરી છે. એફએસએલની પણ મદદ લેવાઈ છે. બંનેના રિપૉર્ટ આવે એના આધારે આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે હોસ્પિટલ ખાતે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.દર્દીઓની સારવારમાં ગંભીર બેદરકારી તગડી ફી વસુલવા તેમજ મોતનો મલાજાે નહીં જાળવવા જેવા અનેક વિવાદોમાં ઘેરાયેલી શહેરની આશકા હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન દરમિયાન ૩૯ વર્ષીય દર્દીનું મોત થતાં ફરીવાર વિવાદોમાં આવી છે. આ મામલે મૃતકના સ્વજનોએ ડોક્ટરની ગંભીર બેદરકારીનો આક્ષેપ કરીને હોબાળો મચાવી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેવામાં આવતા પોલીસને દોડવું પડ્યું હતું.

Gandhinagar-Ashka-Hospital.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *