ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. અને ભારે અસહ્ય ગરમીના ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે બપોરના સમય દરમ્યાન ગીર જંગલ નજીકના આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હતા. જોકે વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયેલ હતું.
ગીર જંગલ નજીકના તેમજ નાના સમઢીયાળા ૪, અને પાણખાણ ગામમાં ૩, ધોકડવા ૨ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતાં રસ્તાઓ પર પાણી ફળી વળ્યા હતા. અને શહેરી વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા. તેમજ નિતલી, વડલી. સહિતના આજુબાજુના ગામોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાનું જાણવા મળેલ છે. જ્યારે અમુક ગામોમાં વરસાદી માહોલ સાથે ઝાંપટા પડેલ હોય આ સીવાય ઉના ગીરગઢડા શહેર અને તાલુકામાં પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા પરંતુ વરસાદ વરસ્યો નહી અને ઠંડોગાર પવન ફુકાવા લાગ્યો હતો. જોકે અમુક ગામોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાંપટા વરસ્યા હતા.
બોક્ષ્ – રાવલ ડેમમાં પાણીની આવક વધતા ૭૨ ટકા ભરાયો…
ઉના ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાજ રાવલ ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં હાલ ૭૨ ટકા ડેમ ભરાય ગયો છે. જોકે અગાઉ મચ્છુન્દ્રી ડેમ ૧૦૦ ટકા ભરાય ગયેલ હોવાથી અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવેલ છે.
