ઊના – ગીરગઢડાના ફાટસર ગામ માંથી માટી ભરેલા ટ્રેક્ટર ચાલકો બેફામ પૂરપાટ ઝડપી ગામ માંથી પસાર થતા હોય એ દરમિયાન માલીકીની ગાયને હડફેટે લેતા સ્થાનિક મહીલાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
ફાટસર ગામે નિર્લમલ નામથી ઓળખાતા તળાવ માંથી જેસીબીની મદદથી માટી કાઢી ટ્રેક્ટર મારફતે હેરાફેરી કરતા હોય જે ટ્રેક્ટર ગામના રહેણાંક વિસ્તાર માંથી પસાર થતી વખતે માલીકીની ગાયને હડફેટે લેતા ગાયને પગના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. આથી ગાય માલીકે ટ્રેક્ટર રોકાવા પ્રયાસ કરવા છતાં ટ્રકટર ચાલક નાશી ગયેલ હોય આથી અન્ય બીજા ટ્રેક્ટર ચાલકને જાણ કરતા ઉશ્કેરાય ગયેલ શખ્સોએ મહીલા સાથે ગેરવર્તન કરી ધમકી આપતા સ્થાનિક ૧૦ થી વધુ મહીલાઓ એકઠી થઇ ત્યાંથી ચાલતા ટ્રેક્ટરો બંધ કરાવવા રસ્તા પર ઉતરેલ અને ભારે આક્રોશ વ્યક્ત કરી બેફામ ટ્રેક્ટર ચાલકો સામે યોગ્ય કાર્યવાહી થાઇ તેવી મહીલાઓની માંગણી ઉઠવા પામેલ છે.
ફાટસર ગામે રહેતી કૈલાશબેન પાનસુરીયાની માલિકીની ગાયને માટી ભરેલા ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતાં ગાયને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આથી ટ્રેકટર ચાલકને રોકાવવા પ્રયાસ કરતા છતાં નાસી છૂટયો હતો.બાદમાં મહીલાએ અન્ય બીજા ટ્રેક્ટર ચાલકને બાબતે વાકેફ કરતા ઉશ્કેશય ગયેલ શખ્સોએ મહીલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતુ. અને કનુભાઈ જસાણી સાથે વાત કરી છતાં સરપંચ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં ગામની મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો. જોકે સરપંચના પ્રતિનિધી ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ મહિલાઓના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા. આથી મહીલાઓએ આ ટ્રેક્ટર બંધ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ.


