Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં 18 વર્ષની ઉપરની વયના તમામ નાગરિકોને ૭૫ દિવસ સુધીમાં સંપૂર્ણપણે મફત મળશે કોરોનાની રસીનો ત્રીજો ડોઝ 

બીજો ડોઝ લીધા બાદ 26 અઠવાડિયા એટલે કે છ માસનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય તેમને મળશે ત્રીજો ડોઝ
 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
 કોરોના વાયરસે હજુ પણ માનવજાતિનો કેડો મૂક્યો નથી ત્યારે કોરોનાના આ દૈત્યને નાથવા માટે દેશમાં 10 જાન્યુઆરી 2022 થી બુસ્ટર ડોઝ આપવાનું શરૂ થયું હતું. ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ અને 60 વર્ષથી વયના વૃદ્ધોને બુસ્ટરડોઝ મફત અપાય છે. કોરોનાની મહામારીને વધુ પ્રસરતી અટકાવવા માટે સરકારે વધુ એક સરાહનીય  નિર્ણય લીધો છે.
હવે સરકાર  ની કોવિડ ગાઈડ લાઈનમાં ફેરફાર અંતર્ગત ગીર સોમનાથમાં પણ આવતીકાલ તારીખ 15/7/2022 થી 18 વર્ષની ઉપરની વયના તમામ નાગરિકોને પ્રીકોશન ડોઝ એટલે કે ત્રીજો ડોઝ સંપૂર્ણપણે મફત મળવા પાત્ર રહેશે અને આ ડોઝ ફક્ત 75 દિવસ સુધી જ મળવા પાત્ર રહેશે. આરોગ્ય તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, જે નાગરિકોને કોવીડ રસીનો બીજો ડોઝ લીધા બાદ 26 અઠવાડિયા એટલે કે છ માસનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય તેઓને આવતીકાલ તારીખ 15/7/2022 થી સરકારી રસીકરણ કેન્દ્ર પર ત્રીજો ડોઝ તદ્દન મફત મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *