બોડેલી નજીક આવેલ છુછાપુરા ગામે આવેલ સુપ્રસિદ્ધ દરગાહ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક એવા ખ્વાજા જલ્દ નવાજ સરકાર નો ઉર્સ ગઇકાલના રોજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો 22 મે રવિવાર ના રોજ સાંજે સંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું અને ગઈકાલે સોમવારના રોજ સરકારના ઉર્સ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ખુબ મોટી સંખ્યામાં લોકો ઉર્સ માં હાજરી આપી હતી જ્યા દેખો ત્યાં બહું મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું દરગાહ ને રોશનીથી શણગારવામાં આવી હતી
રાત્રે કવાલી નો શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો જેમાં મશહૂર કવાલ સરફરાજ ચિશ્તી અને બોમ્બેના મશહૂર કવાલ ફરીદ સોલે નો કવાલી નો શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો સંખેડા તાલુકા ના છુછાપુરા ગામમાં આવેલ દરગાહ જ્યાં દરેક ધર્મના લોકો પોતાની મનોકામના માટે આવતા હોય છે અને તેમની મનોકામના પૂરી થાય છે છેલ્લા બે વર્ષથી કોરોના કાળને લઈને ઉર્સ સાદગીથી મનાવવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે ખ્વાજા જલ્દ નવાજ નો ઉર્સ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો
સદલ ના દિવસે સાંજે આમ નયાજ નું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે હઝરત ખ્વાજા જલ્દ નવાજ સરકાર ના ઉર્સ મુબારક ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


