Gujarat

છોટાઉદેપુર ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિનની ઉજવણી કરવામાં આવી ​

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃતિઓ સમિતિના અધ્યક્ષ શ્રીમતિ લીલાબેન રાઠવાની ઉપસ્થિતિમાં નારી વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતી મેળો સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી.
​આ કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને સંબોધતા મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃતિ સમિતિના ચેરમેન લીલાબેને મહિલાઓ જાગૃત થાય અને સ્વાવલંબી બને એનું માર્ગદર્શન આપવા માટે મહિલા સ્વાવલંબન દિન અંતર્ગત મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી છે એમ કહી તેમણે અલગ અલગ વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન થકી આર્થિક રીતે સ્વાવલંબી બની પરિવારને આગળ લઇ જવા આહ્વાન કર્યું હતું.
​વધુમાં તેમણે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો ચિતાર રજૂ કરી સરકારના પ્રયાસોથી છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો વ્યાપ વિસ્તર્યો છે એમ જણાવી તેમણે જાગૃતપણે યોજનાઓનો લાભ લઇ જીવનધોરણ ઉંચું આવે એવા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.
​કાર્યક્રમ દરમિયાન જિલ્લા રોજગાર કચેરીના કાઉન્સેલર રઘુભાઇ રાઠવાએ અનુબંધમ ઓનલાઇન રોજગારલક્ષી પોર્ટલ અંગે, બેંક ઓફ બરોડા સ્વરોજગાર સંસ્થાના મુકેશભાઇ પરમારે મહિલા સ્વરોજગારલક્ષી તાલીમ અંગે, બાંધકામ શ્રમયોગી બોર્ડના પ્રોજેકટ મેનેજર સુભાષભાઇ રાઠવાએ શ્રીમજીવી મહિલાઓના અધિકારો અને કલ્યાણકારી યોજનાઓ વિશે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આર.બી.ડોડિયાએ સબસીડી અને લોન વિષયક તેમજ જિલ્લા મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન લીલાબેન હીરાભાઇ રાઠવાએ મહિલા સુરક્ષા અંગે જાણકારી આપી હતી.
​કાર્યક્રમ દરમિયાન યોજવામાં આવેલા મહિલાઓ માટેના ખાસ રોજગાર ભરતી મેળામાં ત્રણ ઉદ્યોગગૃહો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૮૮ મહિલાઓની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
​કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા દહેજ પ્રતિબંધક અધિકારી વિહાંગભાઇ સેવકે કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. કાર્યક્રમની આભારવિધિ ફિલ્ડ ઓફિસરે આટોપી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1659604539270_6960885957480063430.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *