છોટાઉદેપુર
બાબતોના રાજય કક્ષાના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ અંગેની સમીક્ષા કરવા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે જણાવ્યુ હતુ કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે રાજય સરકાર તરફથી પુરેપુરી તકેદારી લેવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા ત્રીજી લહેરનો સામનો કરવા માટે કરવામા આવેલ તૈયારીઓની સમીક્ષા કરતા જણાવ્યુ હતુ કે જિલ્લામાં કોઇ પણ જરૂરિયાત હોય તેની મને જાણ કરજો તેના માટે હું તમામ પ્રયત્ન કરીશ. સરકારી હોસ્પિટલો ખાતે આપવામા આવેલ વેન્ટીલેટર અને વેન્ટીલેટર પ્લાટ માટે જરૂરી કર્મચારીઓને તાલીમ આપીને તૈયાર રાખવા તથા જરૂરી વર્ગ-૪ના કર્મચારીઓની ભરતી કરવા માટે પણ તેમણે સલાહ આપી હતી.તેમણે બીજી લહેરને કંટ્રોલમાં કરવા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.તેવી જ રીતે આ વખતે પણ અભિયાન શરૂ કરવા જણાવ્યુ હતુ સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન ન હોવાથી તે માટે સરકારમાં દરખાસ્ત કરવા માટે કોવિડ-૧૯ના સામના માટે ઉભી કરવામાં આવેલ તૈયારીઓનુ જણાવ્યુ હતુ તેઓશ્રી છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે
પણ કર્યું હતું. આ બેઠકમાં સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે જિલ્લામાં ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઉપલબ્ધ બેડ, વેન્ટીલેટર,ઓક્સીજન પ્લાન્ટ ,કેપેસીટી, કોન્સેન્ટેટર, ઓપીડી એનાલીસીસ, ટેસ્ટીંગ માટે તૈયાર કરેલ ડોમ સેન્ટર, ધનવંતરી પેશન્ટ ઉભા કરવામા આવેલ ચેક પોસ્ટ, કંટ્રોલ રૂમ વિગેરેને લગતું આરોગ્ય વિભાગે રથ, મેનેજમેન્ટ હોમ આઇસોલેશન તૈયાર કરેલ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેઝન્ટેશનથી. કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ત્રીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લામાં કરવામાં આવેલ તૈયારીઓથી પ્રભારી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.
આ બેઠકમાં છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવા,જિલ્લા પંચાયત
પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, જિ.ભા.જ.પ. સંગઠન મંત્રીશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અને
નિવાસી અધિક કલેક્ટરશ્રી,પ્રાંત અધિકારીશ્રીઓ પોલીસ અધિક્ષકશ્રી, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને અન્ય
અધિકારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


